KKR નો આ ખેલાડી વિરાટ બાદ બની શકે છે RCB નો કેપ્ટન! લે છે ધોની જેવા નિર્ણયો

IPL મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) ની તારીખો જાહેર કરવામાં આવી છે. હવે વિરાટ કોહલી બાદ RCB ટીમનો કેપ્ટન કોને બનાવે છે તેના પર તમામની નજર છે. IPL મેગા ઓક્શનમાં RCB ટીમ એક મજબૂત ખેલાડીને ખરીદીને તેને કેપ્ટન બનાવી શકે છે.

KKR નો આ ખેલાડી વિરાટ બાદ બની શકે છે RCB નો કેપ્ટન! લે છે ધોની જેવા નિર્ણયો

નવી દિલ્હી: IPL મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) ની તારીખો જાહેર કરવામાં આવી છે. હવે વિરાટ કોહલી બાદ RCB ટીમનો કેપ્ટન કોને બનાવે છે તેના પર તમામની નજર છે. IPL મેગા ઓક્શનમાં RCB ટીમ એક મજબૂત ખેલાડીને ખરીદીને તેને કેપ્ટન બનાવી શકે છે. આ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની જેમ નિર્ણય લેવામાં ખૂબ જ માહિર ખેલાડી છે.

આ ખેલાડી બની શકે છે RCBનો કેપ્ટન
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPL 2021 બાદ આરસીબી (RCB) ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. કોહલી પોતાની કેપ્ટનશિપમાં RCBને એક પણ IPL ટ્રોફી અપાવી શક્યો નથી. હવે IPL મેગા ઓક્શનમાં RCB ની ટીમ ઈંગ્લેન્ડના ધમાકેદાર બેટ્સમેન ઈયોન મોર્ગનને ખરીદી શકે છે અને તેને પોતાના ખેમામાં સામેલ કરી શકે છે. મોર્ગનને KKR ટીમે રિટેન કર્યો નથી. મોર્ગન મેદાન પર ધોનીની માફક નિર્ણયો લે છે.

KKR ને લઈ ગયા હતા ફાઇનલમાં 
ઇયોન મોર્ગને તેની કેપ્ટનશીપ હેઠળ KKRની ટીમને IPL 2021ની ફાઇનલમાં પહોંચાડી હતી. જ્યારે કેકેઆર ટીમે તેને રિટેન કર્યો નથી. તે મેદાન પર ખૂબ જ શાંત રહે છે અને સમજદારીથી નિર્ણય લે છે. બોલિંગમાં ફેરફાર કરવાનો હોય કે પછી ટીમ કોમ્બિનેશન બનાવવાનું હોય. તેની કેપ્ટનશિપમાં જ ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપ 2019 પર કબજો કર્યો હતો. તો બીજી તરફ તેની દેખરેખ હેઠળ ઇંગ્લેન્ડની ટીમે ટી-20 વર્લ્ડ કપ 2021માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડ (England) ની ટીમ ટી20 વર્લ્ડ કપ 2021ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ હતી.

મોર્ગન છે શાનદાર બેટ્સમેન
ઈંગ્લેન્ડનો કેપ્ટન ઈયોન મોર્ગન તેની મજબૂત બેટિંગ માટે જાણીતો છે. જ્યારે તે પોતાની લયમાં હોય છે, ત્યારે તે કોઈપણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે. લાંબી સિક્સર મારવાની તેની કળાથી દરેક સારી રીતે વાકેફ છે. મોર્ગને ટી20 ક્રિકેટમાં થોડા જ બોલમાં મેચનું પાસું પલટી દીધું છે. તે કોઈપણ ટીમ માટે ધમાકેદાર કેપ્ટનશીપ સાથે સારો બેટિંગ વિકલ્પ પૂરો પાડે છે. મોર્ગને આઈપીએલમાં 83 મેચમાં 1405 રન બનાવ્યા છે.

આરસીબીની ટીમે ત્રણ ખેલાડીઓને કર્યા રિટેન
RCB ટીમે ત્રણ મજબૂત ખેલાડીઓને રિટેન કર્યા છે. સૌથી પહેલા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નું નામ આવે છે, જેને આ ટીમે 15 કરોડમાં રિટેન કર્યો છે. બીજા નંબર પર તાબડતોડ રન બનાવનાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) આવે છે, જેને 11 કરોડમાં ટીમે પાછો બોલાવ્યો છે. સાથે જ RCBએ મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને 7 કરોડમાં સિલેક્ટ કર્યો છે. આઈપીએલ મેગા ઓક્શનમાં આરસીબીની ટીમ ઈયોન મોર્ગનને ખરીદીને પોતાની ટીમમાં વધુ એક મજબૂત બેટ્સમેન ઉમેરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news