ALTO 800 ના ચાહકોને ઝટકો, કંપની બંધ કરશે પ્રોડક્શન, કારણ છે ચોંકાવનારૂ
જો તમે પણ નવા ફાઇનાન્શિયલ યરમાં મારૂતી ઓલ્ટો 800 ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો ઝડપથી કરો, કારણ કે કંપની આ ગાડીને બંધ કરવા જઇ રહી છે
નવી દિલ્હી : જો તમે પણ નવા નાણાકીય વર્ષમાં મારૂતિ અલ્ટો 800 (Alto 800) ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો ઉતાવળ રાખો. કારણ કે થોડા દિવસો બાદ આ કાર ગત્ત દિવસોની વાત થઇ જશે, હાલ ડીલરશિપને ત્યાં તે આરામથી મળી જશે. એવું અમે એટલા માટે કહી રહ્યા છો કારણ કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતીએ પોતાની સૌથી વધારે વેચાતી કાર Alto 800 નું પ્રોડક્શન બંધ કરી દીધું છે. આ કાર ગત્ત 12 વર્ષથી કંપનીની બેસ્ટ સેલિંગ કાર રહી છે.
નામદારે એવી સીટ શોધી કાઢી, જ્યાં મેઝોરિટી માઇનોરિટીમાં છે: PM મોદી
3.5 મિલિયનનો આંકડો પાર કર્યો
ફેબ્રુઆરી 2008માં પહેલીવાર Alto નાં વેચાણનો આંકડો 1 મિલિયન પર પહોંચ્યો હતો. વર્ષ 2010માં આ વેચણ વધીને ડોઢ મિલિયન થઇ ગઇ। તેના 8 વર્ષ બાદ એઠલે કે એટલે કે 2018માં અલ્ટોનું વેચાણ વધીને 3.5 મિલિયન સુધી પહોંચી ગયું. અત્રે ઉલ્લેખનીય છે કે 1 એપ્રીલ 2020થી ભારતમાં ક્રેશ ટેસ્ટ કમ્પેટેબિલિટી નોર્મ્સ લાગુ થઇ રહ્યા છે. એવામાં મારુતી પોતાની ઓલ્ટોને ક્રેશ ટેસ્ટ માનક અનુરૂપ બનાવી રહી છે.
3 દિવસ પહેલા M.Tech નો વિદ્યાર્થી બન્યો આતંકવાદી, સુરક્ષાદળોએ ઘર્ષણમાં ઠાર માર્યો
ઇટીરિયર હશે આકર્ષક
નવી કારના ઇંટીરિયરમાં હાલની ઓલ્ટોની તુલનાએ ઘણા પરિવર્તનો કરવામાં આવશે. કારમાં ટચ સ્ક્રિન ઇંફોટેનમેંટ સિસ્ટમ, ડિઝીટલ ઇંસ્ટ્રુમેટ કંસોલ, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ હોઇ શકે છે. તેમાં હુન્ડાઇ, સેન્ટ્રો, રેનો ક્વિડ જેવી એન્ટ્રી લેવલની ગાડીઓથી થશે. સુત્રો અનુસાર કારનું એન્જીન BS6 એમિશન નોર્મ્સના આધારે તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલની ઓલ્ટોનું એન્જીન 800 CC અને 1 લીટર વાળા બે વેરિયન્ટમાં આવે છે. હાલ એન્જીનની ક્ષમતા વગેરે શું થશે તે અંગે હજી સુધી કોઇ જ અધિકારીક માહિતી નથી આપવામાં આવી.
Video: DRDO એ જણાવ્યું કે કઇ રીતે પુર્ણ થયું Mission Shakti, PMએ કઇ રીતે આપી પરમિશન
કિંમત
હાલની ઓલ્ટો અને નવી ગાડીઓની કિંમતમાં મહત્તમ અંતર નહી હોય. હાલ ઓલ્ટો 2.63 લાખથી 3.9 લાખ રૂપિયાની વચ્ચે આવે છે. 1 લીટર એન્જિન વેરિઅંટ વાળી ગાડીની કિંમત 3.38 લાખથી 4.24 લાખની વચ્ચે હોય છે.