લખનઉઃ ઉત્તર પ્રદેશ પોલીસે એક એવી લુટેરી દુલ્હન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેણે 10 વર્ષમાં 8 વૃદ્ધો સાથે લગ્ન કર્યાં છે. લગ્ન બાદ તે ઘરમાંથી જ્વેલરી અને કેશ લઈને ફરાર થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે એક એવી લુટેરી દુલ્હન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જે વૃદ્ધ લોકોને નિશાન બનાવતી હતી. તેની ઓળખ મોનિકા મલિકના રૂપમાં થઈ છે. 


આ ફ્રોડ મહિલાએ એક 66 વર્ષના કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરને પોતાનો  નિશાન બનાવ્યો હતો. તે પોતાના આ 8મા ઘરવાળાનો 15 લાખ રૂપિયાની કિંમતનો સામાન લઈને ભાગી ગઈ હતી. 


આ વ્યક્તિનું નામ જુગલ કિશોર છે જે ગાઝિયાબાદનો રહેવાસી છે. પાછલા વર્ષે તેની પત્નીનું નિધન થયું હતું અને તેનો પુત્ર પણ અલગ ઘરમાં રહેવા લાગ્યો તો એકલતાને કારણે બીજા લગ્નનું વિચાર્યું હતું. 


દેશમાં કોરોનાના 86432 નવા કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 40 લાખને પાર, છેલ્લા 13 દિવસમાં 10 લાખ કેસ  


આ કારણે તે દિલ્હીની મેટ્રોમોનિયલ એજન્સી, ખન્ના વિવાહ કેન્દ્રમાં જઈને મળ્યો હતો. એજન્સીએ તેને વિશ્વાસ અપાવ્યો કે, તેની મેચિંગ પ્રમાણે તે યુવતી શોધી આપશે. 


ત્યારબાદ મેટ્રોમોનિયલ સાઇટ તરફથી જુગલ કિશોરનો પરિચય મોનિકા મલિક સાથે કરાવવામાં આવ્યો, જેને તેણે ડિવોર્સી જણાવી હતી. થોડા સપ્તાહ બાદ ઓગસ્ટ 2019મા બંન્નેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. 


ત્યારબાદ બંન્ને સાથે રહેવા લાગ્યા પરંતુ બે મહિના બાદ આ લુટેરી દુલ્હન જ્વેલરી અને કેશ લઈને ભાગી ગઈ જેની કિંમત આશરે 15 લાખ રૂપિયા હતી. ત્યારબાદ જુગલ કિશોરે મેટ્રોમોનિયલ સાઇટમાં વાત કરી તો તેમને ધમકાવવામાં આવ્યા. ત્યારબાદ કિશોરને મોનિકાના પહેલા પતિ વિશે માહિતી મળી જેને તે છેતરીને ભાગી ગઈ હતી. 


'સૌથી કદરૂપ, સેક્સલેસ ભારતીય મહિલાઓ, ખબર નહીં બાળકો કેમ પેદા થાય છે': રિચર્ડ નિક્સનનું વિવાદિત નિવેદન


ત્યારે કિશોરે પોલીસમાં આ મામલાની ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ બાદ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે લુટેરી દુલ્હનના 10 વર્ષમાં આ આઠમાં લગ્ન હતા અને દરેક જગ્યાએ લૂટીને ભાગી ગઈ હતી. આ તમામ લગ્નો ખન્ના વિવાહ કેન્દ્ર જ નક્કી કરતું હતું. 


ત્યારબાદ પોલીસે મોનિકા, તેના પરિવાર અને મેટ્રોમોનિયલ એજન્સી વિરુદ્ધ આઈપીસીની કલમ 419, 420, 380, 384, 388 અને 120 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube