તબલિગી જમાત વિરુદ્ધ દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી, મૌલાના સાદનો પણ ક્વોરન્ટાઈન સમય પૂરો
દેશભરમાં કોરોના વાયરસ ફેલાવનારા મૌલાના સાદનો ક્વોરન્ટાઈન સમય પૂરો થઈ ગયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા તબલિગી જમાત વિરુદ્ધ કલમ 304 (Culpable homicide) હેઠળ કેસ દાખલ થયો છે. મૌલાના સાદ વિરુદ્ધ પણ આઈપીસીની કલમ 304 હેઠળ જ FIR નોંધવામાં આવી છે.
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ ફેલાવનારા મૌલાના સાદનો ક્વોરન્ટાઈન સમય પૂરો થઈ ગયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા તબલિગી જમાત વિરુદ્ધ કલમ 304 (Culpable homicide) હેઠળ કેસ દાખલ થયો છે. મૌલાના સાદ વિરુદ્ધ પણ આઈપીસીની કલમ 304 હેઠળ જ FIR નોંધવામાં આવી છે.
મૌલાના સાદના કારણે જ તબલિગી જમાતના લોકોએ દેશના અલગ અલગ રાજ્યોમાં જઈને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવ્યું. અત્રે જણાવવાનું કે પોલીસે મૌલાના સાદને 2 નોટિસ મોકલીને તપાસમાં સામેલ થવાનું જણાવ્યું હતું.
પરંતુ મૌલાના પોતે ક્વોરન્ટાઈનમાં હોવાનું બહાનુ કાઢીને તપાસમાં જોડાયા નહીં. આ સાથે જ નોટિસના જવાબમાં જણાવ્યું કે મરકઝ બંધ છે અને આથી વધુ જાણકારી આપી શકાય નહીં.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube