Maulana Sajid Rashidi Somnath Temple : મુસ્લિમ ધર્મગુરુ અને ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદી સોમનાથ મંદિર પર કરેલા એક નિવેદન પર પોતે જ ફસાયા હતા. મૌલાનાએ ટિપ્પણી કરી હતી કે, મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર તોડીને યોગ્ય કામ કર્યુ હતું. જેના બાદ સોમના ટ્રસ્ટે એફઆઈઆર નોંધાવી હતી. ત્યારે હવે સોમનાથ ટ્રસ્ટની ફરિયાદ બાદ મૌલાના સાજીદ રશીદીના સૂર બદલાયા છે. રશીદીએ કહ્યું કે, કોઈને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો. મેં ઈતિહાસકાર રોમિલા થાપરને વાંચ્યું અને તે મુજબ ટિપ્પણી કરી. હું સોમનાથ ટ્રસ્ટીઓની માફી માંગુ છું. કારણ કે મારો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો. મુસ્લિમોએ 800 વર્ષ શાસન કર્યું અને તેઓએ મંદિરો માટે જમીન દાનમાં આપી અને તેને સુંદર બનાવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથ મંદિર ટ્રસ્ટના મેનેજર વી.ચાવડાની ફરિયાદ પર અખિલ ભારતીય ઈમામ મૌલાના સાજિદ રશીદી પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ચાવડાએ કહ્યું કે, મેં આ વીડિયો જોયો છે, જેમાં મૌલાના સોમનાથ મંદિરની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. તેમના આ નિવેદનથી શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


મૌલાનાએ માંગી માફી
મૌલાના સાજિદ રશીદીએ એફઆઈઆર બાદ માફી માંગી છે. તેઓએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમનો હેતુ કોઈને ઠેસ પહોંચાડવાનો ન હતો. તેઓએ ઈતિહાસકાર રોમિલા થાપરને વાંચ્યા હતા અને તેના અનુસાર ટિપ્પણી કરી હતી. 


મૌલાનાએ કહ્યું કે, હું સોમનાથ ટ્રસ્ટીઓની માફી માંગુ છું. કારણ કે, મારો હેતુ કોઈને ઠેસ પહોંચાડવાના ન હતો. તેઓએ સ્પષ્ટતા કરી કે, મુસલમાનોએ 800 વર્ષ રાજ કર્યું અને તેઓએ મંદિરો માટે જમીન દાન અને તેનું સૌંદર્યીકરણ કર્યું. 


સોમનાથ મંદિર તોડવાને યોગ્ય ગણાવ્યુ હતું
ઉલ્લેખનીય છે કે, મૌલાના રશીદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર તોડીને યોગ્ય કર્યુ હતું. કારણ કે ત્યાં ખોટા કામ થતા હતા. ગઝનવીને માલૂમ હતું કે, મંદિરમાં આસ્થાના નામ પર ખોટું કામ થઈ રહ્યું છે અને યુવતીઓને ગાયબ કરવામાં આવી રહી છે. મૌલાનાએ કહ્યુ હતું કે, તેની માહિતી મળ્યા બાદ પૂરતી તપાસ બાદ જ મંદિર તોડવામાં આવ્યુ હતું.