નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગરીબોને લઘુત્તમ આવકની ગેરેન્ટી આપવાનું વચન આપ્યું છે. જો કે બહુજન સમાજ પાર્ટીનાં વડા માયાવતીએ તે અંગે સવાલ ઉઠાવ્યા છે. માયાવતીએ કહ્યું કે, તેઓ ક્યારે પણ પૂર્વની કોંગ્રેસ સરકારને ગરીબી હટાઓ અને હાલની સરકારનાં કાળાનાણા, 15 લાખ અને અચ્છે દિનની જેમ નકલી વચન તો નથી? માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ બંન્ને ફેલ થઇ ચુક્યા છે અને એક જ સિક્કાનાં બે પાસાઓ સાબિત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CRPF અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ: 2 લાખનાં ઇનામી કમાન્ડર સહીત 5 ઠાર

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે છત્તીસગઢ ખેડૂત આભાર રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરાત કરી, અમે એક ઐતિહાસિક નિર્ણય લેવા જઇ રહ્યા છીએ, જે વિશ્વની કોઇ પણ સરકારે નથી લીધો. 2019ની ચૂંટણી જીત્યા બાદ દેશનાં દરેક ગરીબોને કોંગ્રેસ પાર્ટીની સરકાર લઘુતમ વેતનની ગેરેન્ટી આપશે. દરેક ગરીબ વ્યક્તિના બેંક ખાતામાં લઘુત્તમ વેતન રહેશે. રાહુલ ગાંધીનાં આ મોટી જાહેરાત બાદ આ મહત્વકાંક્ષી યોજના મુદ્દે જ્યાં ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે, બીજી તરફ રાજનીતિક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. 


મોદી સરકારની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવશે ચીન !

રાહુલ ગાંધીએ આ જાહેરાત બાદ ભાજપે કહ્યું કે, તેઓ કોંગ્રેસ શાસિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની આ યોજનાની શરૂઆત કરો. હવે બસપા સુપ્રીમો માયાવતીએ રાહુલની આ મહત્વકાંક્ષી યોજના પર સવાલ પેદા કર્યા છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પહેલા પણ કોંગ્રેસ અને ભાજપને એક સિક્કાનાં બે પાસા જણાવીને બંન્ને દળોને ગરીબ, દલિત વિરોધી જણાવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે આ વચનને પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીના ગરીબી હટાવોનાં નારા સાથે જોડીને તેમને સવાલ ઉઠાવ્યા છે કે ક્યાંક વચન પણ નકલી સાબિત ન થાય. 


36 હજાર કરોડનાં ખર્ચે વિશ્વનો સૌથી લાંબો ગંગા એક્સપ્રેસ વે બનાવાશે: યોગી

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ પાર્ટી જે વિજન ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા છે તેમાં લઘુતમ આવકની ગેરેન્ટી યોજના અંગે પણ વિચાર થઇ રહ્યો છે. તેની માહિતી આપતા પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસનાં જાહેરાત સમિતીના અધ્યક્ષ પી.ચિદમ્બરમે સોમવારે ટ્વીટમાં લખ્યું કે છત્તીસગઢની ખેડૂત રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરાત ઐતિહાસિક છે અને ગરીબોનાં જીવનમાં મહત્વપુર્ણ મોડ સાબિત થશે. 


રાફેલ વિવાદ વચ્ચે મનોહર પર્રિકર અને રાહુલ ગાંધી વચ્ચે બંધ રૂમમાં યોજાઇ મીટિંગ

છેલ્લા બે વર્ષોમાં યૂનિવર્સલ બેસિક ઇનકમ (UBI)ના સિદ્ધાંત પર મોટા પ્રમાણમાં ચર્ચા કરવામાં આવી છે. હવે સમય આવી ચુક્યો છે કે અમારી પરિસ્થિતીઓ અનુસાર આ સિદ્ધાંતને અપનાવવામાં આવે અને તેને ગરીબો માટે લાગુ કરવામાં આવે. ચિદમ્બરમે આગળ ટ્વીટમાં લખ્યું કે, અમે જાહેરાતપત્રમાં પોતાની યોજના જણાવીશું. વર્ષ 2004થી 2014 વચ્ચે 14 કરોડ લોકોને ગરીબીના ચંગુલમાંથી બહાર કાઢવામાં આવ્યા. ભારતમાંથી ગરીબીની સફાઇ કરવા માટે આપણે દ્રઢતાથી પ્રયાસ કરવો પડશે. દેશનાં સંસાધનો પર પહેલો અધિકાર ભારતના ગરીબોનો છે. રાહુલ ગાંધીના વચનને લાગુ કરવા માટે કોંગ્રેસ પાર્ટી સંસાધનો એકત્ર કરશે.