રાફેલ વિવાદ વચ્ચે મનોહર પર્રિકર અને રાહુલ ગાંધી વચ્ચે બંધ રૂમમાં યોજાઇ મીટિંગ

વિધાનસભા ભવનનાં એક રૂમમાં પર્રિકર અને રાહુલની મુલાકાત યોજાઇ હતી, એક તરફ રાફેલ મુદ્દે કોંગ્રેસ આક્રમક છે ત્યારે આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે

રાફેલ વિવાદ વચ્ચે મનોહર પર્રિકર અને રાહુલ ગાંધી વચ્ચે બંધ રૂમમાં યોજાઇ મીટિંગ

પણજી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે મુલાકાત કરી હતી. આ બંન્ને નેતાઓ વચ્ચે બંધ રૂમમાં વાતચીત થઇ. જો કે બંન્ને વચ્ચે કયા મુદ્દે ચર્ચા થઇ તે અંગે મીડિયામાં કોઇ જ જાહેરાત થઇ નથી. ગોવામાં મંગળવારથી જ બજેટ સત્ર ચાલુ થયું છે. તેમાં ભાગ લેવા માટે પર્રિકર પહોંચ્યા હતા. વિધાનસભા ભવનનાં એક રૂમમાં જ પર્રિકર અને રાહુલ ગાંધીની મુલાકાત થઇ હતી. એક તરફ જ્યાં રાફેલ ડીલના મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર સતત આક્રમણ કરી રહી છે. તેવામાં રાહુલ અને પર્રિકરની મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. રાફેલ ડીલ સમયે પર્રિકર જ સંરક્ષણ મંત્રી હતા. 

અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, રાફેલ મુદ્દે ગોવામાં એક જ મંત્રીની કથિત ઓડિયો ક્લિપ સામે આવ્યાનાં 30 દિવસ બાદ પણ કોઇ ફરિયાદ દાખલ થઇ નથી. એવામાં તે નિશ્ચિત છે કે આ ટેપ અસલી છે તથા ગોવાનાં મુખ્યમંત્રી પર્રિકર પાસે રાફેલ અંગે વિસ્ફોટક ગુપ્ત માહિતી છે. ગોવા સરકારનાં મંત્રી વિશ્વજીત રાણે અંગેના એક સમાચારને રી ટ્વીટ કરતા ગાંધીએ કહ્યું કે, રાફેલ ઓડિયા ટેલ રિલીઝ થયાનાં 30 દિવસ છતા કોઇ ફરિયાદ કે તપાસ નથી. મંત્રી વિરુદ્ધ પણ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી. તેમમે કહ્યું કે, આ જ વિસ્ફોટક ગુપ્ત માહિતી વડાપ્રધાનની સામે તેને શક્તિશાળી બનાવે છે. 

કોંગ્રેસે ગત્ત બે જાન્યુઆરીએ એક ઓડિયા ઇશ્યું કર્યો હતો. જેમાં ગોવાનાં મંત્રી વિશ્વજીત રાણેનો અવાજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જમાં કથિત રીતે રહાણે એમ કહી રહ્યા છે કે, મુખ્યમંત્રી (પર્રિકર) કેબિનેટ બેઠકમાં કહ્યું કે, મારા બેડરૂમમાં રાફેલ મુદ્દાની તમામ માહિતી છે. ત્યાર બાદ રાણેએ ટેપ નકલી ગણાવતા આ ટેપની સાથે ચેડા થયા હોવાની વાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news