MCD Election Result: AAP એ દોઢ દાયકાથી સત્તા પર બિરાજમાન BJP પાસેથી સત્તા તો આંચકી, પણ આ વિસ્તારમાં લાગ્યો મોટો ઝટકો
Delhi MCD Poll Result: એક નગર નિગમ ચૂંટણી હોવા છતાં આ વખતે એમસીડી ચૂંટણી એક હાઈ પ્રોફાઈલ ચૂંટણી બની ગઈ હતી. કારણ કે દોઢ દાયકાથી એમસીડીની સત્તા પર બિરાજમાન ભાજપની શાખ દાવ પર લાગી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તો આમ આદમી પાર્ટી સતત ભાજપને માત આપી રહી હતી પરંતુ ભગવા પાર્ટીએ એમસીડીમાં પોતાની સત્તા જાળવી રાખી હતી.
Delhi MCD Poll Result: આમ આદમી પાર્ટીએ દિલ્હીની છોટી સરકાર એટલે કે MCD ઉપર પણ કબજો જમાવી લીધો હોય તેવું જણાય છે. તાજા આંકડા મુજબ પાર્ટીએ 125 બેઠકો જીતી છે જ્યારે 6 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપે 100 બેઠકો જીતી છે અને 6 બેઠકો પર આગળ છે. કોંગ્રેસના ફાળે 7 બેઠક ગઈ છે અને એક બેઠક પર આગળ છે. જ્યારે 3 બેઠકો અપક્ષો જીત્યા છે અને એક પર આગળ છે.
એક નગર નિગમ ચૂંટણી હોવા છતાં આ વખતે એમસીડી ચૂંટણી એક હાઈ પ્રોફાઈલ ચૂંટણી બની ગઈ હતી. કારણ કે દોઢ દાયકાથી એમસીડીની સત્તા પર બિરાજમાન ભાજપની શાખ દાવ પર લાગી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તો આમ આદમી પાર્ટી સતત ભાજપને માત આપી રહી હતી પરંતુ ભગવા પાર્ટીએ એમસીડીમાં પોતાની સત્તા જાળવી રાખી હતી.
બીજી બાજુ આમ આદમી પાર્ટી આ ચૂંટણી જીતીને સમગ્ર દેશને એ સંદેશો આપવા માંગતી હતી કે જો ભાજપનો વિજય રથ કોઈ રોકી શકે તો તે ફક્ત કેજરીવાલ જ છે. જેમાં તે અત્યારે તો સફળતા મેળવતી જોવા મળી રહી છે. જો કે આમ આદમી પાર્ટીની આશા મુજબ પરિણામોમાં તેને ક્લીન સ્વીપ મળી નથી પરંતુ ભાજપ અને આપ વચ્ચેનું અંતર ઓછું છે. બીજી બાજુ કોંગ્રેસ ગત ચૂંટણીની જેમ આ વખતે પણ કોઈ છાપ છોડતી જોવા મળતી નથી.
ભાજપે આ વખતે ચૂંટણી જીતવા માટે પોતાની પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી હતી. પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પ્રચારમાં ઉતાર્યા હતા. પરંતુ એવું લાગે છે કે ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓથી વધુ કેજરીવાલ દ્વારા ઉઠાવવામાં આવેલો કચરાનો મુદ્દો બધા પર ભારે પડી ગયો છે. દિલ્હીમાં 3 કચરાના પહાડ અનેક વર્ષોથી ઊભા છે પરંતુ આજ સુધી તે ચૂંટણીનો મુદ્દો બની શક્યા નહતા. આ વખતે અરવિંદ કેજરીવાલે આ 3 પહાડનો મુદ્દો ઉઠાવીને ભાજપને ઘણું પરેશાન કર્યું.
પરિસિમન બાદ પહેલી ચૂંટણી
આ વખતની ચૂંટણી એટલા માટે પણ ખાસ છે કારણ કે તે પરિસિમન બાદ પહેલી ચૂંટણી છે. કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં દિલ્હીના 3 નગર નિગમોનું ફરીથી એકીકરણ કરી નાખ્યું હતું. પરિસિમન બાદ દિલ્હીમાં વોર્ડની સંખ્યા 250 થઈ ગઈ.
જીતવા છતાં AAP ને અહીં મળ્યો ઝટકો
આમ આદમી પાર્ટી ભલે ભાજપને 15 વર્ષના શાસન બાદ સત્તામાંથી બહાર કરવામાં સફળ થઈ હોય પરંતુ તેના માટે એક ખરાબ સમાચાર પણ છે. આમ આદમી પાર્ટી સરકારમાં કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનના ક્ષેત્ર શકુર બસ્તી હેઠળ આવતા તમામ 3 વોર્ડ હારી ગઈ અને ત્યાં ભાજપે જીત મેળવી. બીજી બાજુ ભાજપ માટે પણ પડતા પર પાટું એ રહ્યું કે દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાના ક્ષેત્ર વેસ્ટ પટેલ નગર હેઠળ આવતા તમામ વોર્ડમાં ભાજપ હારી ગઈ અને આપને ફાળે બેઠકો ગઈ. અત્રે જણાવવાનું કે એમસીડીમાં કુલ 250 વોર્ડ છે અને બહુમત માટે 126 વોર્ડમાં જીત જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube