નવી દિલ્હીઃ Delhi MCD Mayor News: દિલ્હી મહાનગર પાલિકા (એમસીડી) ચૂંટણીના પરિણામ બુધવાર (7 ડિસેમ્બર) એ જાહેર કરવામાં આવ્યા છે. એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતનો આંકડો પાર કરતા 134 સીટો હાસિલ કરી છે. ભાજપના ખાતામાં 104 બેઠકો આવી છે, જ્યારે કોંગ્રેસને 9 સીટો જીતવામાં સફળતા મળી છે. 3 સીટો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. એમસીડીમાં છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ હતું, જેનો આમ આદમી પાર્ટીએ અંત કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ આ વચ્ચે ભાજપના નેતાઓ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ભલે સૌથી વધુ સીટો આમ આદમી પાર્ટીએ જીતી છે, પરંતુ એમસીડીમાં મેયર ભાજપના હશે. ભાજપે આજે સાંદે 5.30 કલાકે દિલ્હી ભાજપ એકમના પદાધિકારીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામ પર ચર્ચા થશે. તો સાંજે 7.30 કલાકે ભાજપના જીતેલા કોર્પોરેટરોને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે.


કોર્પોરેટરો કરે છે મેયરની ચૂંટણી
એમસીડીમાં બહુમત માટે કોઈ પાર્ટીએ 250 વોર્ડમાંથી 126 સીટો જીતવી જરૂરી છે. આમ આદમી પાર્ટીએ 134 સીટો પર જીત મેળવી છે, જે બહુમતના આંકડા કરતા આઠ વધુ છે. દિલ્હી કોર્પોરેશનમાં મેયરની ચૂંટણી કોર્પોરેટરો તરફથી થાય છે. ખાસ વાત છે કે શહેરી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ-પલટા વિરોધી કાયદો લાગૂ થતો નથી. 


આ પણ વાંચોઃ MCD માં જીત બાદ કેજરીવાલને જોઈએ આ બે વસ્તું, પીએમ મોદી પાસે માંગ્યા આશીર્વાદ


ભાજપના નેતાએ કર્યુ ટ્વીટ
ભાજપના આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયે પરિણામ બાદ મોટો દાવો કરતા કહ્યું કે હવે દિલ્હીના મેયર ચૂંટવાનો વારો છે. આ તે વાત પર નિર્ભર રહેશે કે કોઈ રોમાંચક મુકાબલામાં નંબર પર પકડ બનાવી રાખે છે, કોર્પોરેટરો ક્યા પ્રકારે મતદાન કરે છે. ઉદાહરણ માટે જણાવી દઉં કે ચંદીગઢમાં ભાજપના મેયર છે. તો આ પહેલા દિવસમાં જ્યારે ટ્રેન્ડ આવી રહ્યાં હતા ત્યારે ભાજપ નેતા તેજિંદર પાલ બગ્ગાએ ટ્વીટ કરીને કહ્યુ હતું કે દિલ્હીમાં એકવાર ફરી ભાજપના મેયર બનશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube