કુલભૂષણ કેસ: પાકિસ્તાની અધિકારીએ ધર્યો હાથ, ભારતીય અધિકારીએ આપ્યો જડબાતોડ જવાબ
કુલભૂષણ જાધવ કેસની સુનવણીમાં ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, જાધવને કાઉન્સિલરની સુવિધા વગર સતત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે
દ હેગ : ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) માં કુલભૂષણ જાદવ કેસની સુનવણી અગાઉ ભારત અને પાકિસ્તાનનાં અધિકારીઓનો આમનો સામનો થયો. આ દરમિયાન એક ખુબ જ રોચક ઘટના બની હતી. કુલભૂષણ જાધવ કેસની સુનવણી પહેલા ભારતની તરફથી વરિષ્ઠ વકીલ હરીષ સાલ્વે અને વિદેશ મંત્રાલયનાં જોઇન્ટ સેક્રેટરી દીપક મિત્તલ બેઠેલા હતા. બીજી તરફ તેમના ટેબલ પર પાકિસ્તાનનાં એટોર્ની જનરલ મંસુર ખાન પહોંચી ગયા. મંસુર ખાને જોઇન્ટ સેક્રેટરી દીપક મિત્તલ સાથે મિલાવવા માટે હાથ આગળ ધર્યો હતો. જો કે મિત્તલે પોતાની તરફથી આકરો જવાબ આપતા હાથ મિલાવ્યો નહોતો અને હાથ જોડીને જ અભિવાદન કર્યું હતું.
હવે વાતોનો સમય વહી ચુક્યો છે હવે ભારતની કાર્યવાહી સમગ્ર વિશ્વ જોશે: PM મોદીનો હુંકાર
10 લાખની ચોરીની પોલીસે ફરિયાદ નહી નોંધતા, MLA વિધાનસભામાં હિબકે ચડ્યા
જાદવના વકીલની સુવિધા વગર જ કસ્ટડીમાં રાખવામાં આવ્યા
આ બાદ કુલભૂષણ જાધવે કેસની સુનવણીમાં ભારતની તરફથી વરિષ્ઠ વકીલ હરીષ સાલ્વેએ કહ્યું કે, આ કેસ વિએના સંધીનું ઉલ્લંઘન છે. જાધવને કાઉન્સિલર (વકીલ)ની સુવિધા વગર જ સતત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જે બિનકાયદેસર છે. આ સાથે જ તેમણે શંકા વ્યક્ત કરી કે પાકિસ્તાન તેને એક પ્રોગેગેંડાના હથિયાર તરીકે વાપરી રહ્યું છે. પાકિસ્તાને તેમને કાઉન્સેલરની સુવિધા પુરી પાડવી જ જોઇએ કારણ કે પાકિસ્તાન તેવું કરવા માટે બંધાયેલું છે.