હવે વાતોનો સમય વહી ચુક્યો છે હવે ભારતની કાર્યવાહી સમગ્ર વિશ્વ જોશે: PM મોદીનો હુંકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ખુબ જ ગંભીર ખતરો છે અને આતંકવાદીઓ અને તેમના માનવતા વિરોધી સમર્થકોની વિરુદ્ધ કાર્યવાહી કરતા અચકાવું પણ એક પ્રકારે આતંકવાદને ઉત્તેજીત કરવા બરોબર છે.
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ખુબ જ ગંભીર ખતરો છે અને આતંકવાદીઓ અને તેમના માનવતા વિરોધી સમર્થકોની વિરુદ્ધ કાર્યવાહી કરતા અચકાવું પણ એક પ્રકારે આતંકવાદને ઉત્તેજીત કરવા બરોબર છે. ભારતની યાત્રા પર આવેલા આર્જેન્ટિનાનાં રાષ્ટ્રપતિ મોરિસિયો મૈક્રીની સાથે ચર્ચા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પુલવામાં થયેલ ક્રૂર આતંકવાદી હૂમલો દર્શાવે છે કે હવે વાતોનો સમય પસાર થઇ ચુક્યો છે. હવે તમામ વિશ્વને આતંકવાદ અને તેના સમર્થકોની વિરુદ્ધ એક થઇને નક્કર પગલા ઉઠાવવાની જરૂર છે.
વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદીઓ અને તેમના માનવતા વિરોધી સમર્થકો વિરુદ્ધ કાર્યવાહીથી અટકવું પણ આતંકવાદને ઉત્તેજીત કરવા જેવું છે. મોદીએ કહ્યું કે તેઓ અને રાષ્ટ્રપતિ મૈક્રી આ વાત પર સંમત થયા છીએ કે આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ખુબ જ ગંભીર ખતરો છે. બંન્ને દેશોએ માહિતી અને ટેક્નોલોજી, સંચાર અને ટેક્નોલોજી અને કૃષી સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગને વધારે વિશ્વસનીય બનાવવા માટે 10 સંમતી પત્રને અંતિમ સ્વરૂપ પણ આપ્યું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ મૈક્રીની સાથે તેમની આ પાંચમી મુલાકાત બંન્ને દેશો વચ્ચે આંતરિક સંબંધ વિકસાવવા અને એકબીજાના વધતા મહત્વને દર્શાવે છે. તેમણે કહ્યું કે, બંન્ને દેશોએ આ સાબિત કરી દીધું છે કે તેમની વચ્ચે 15 હજાર કિલોમીટરનું અંતર એક સંખ્યા માત્ર છે. મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ મૈક્રીની આ યાત્રા વિશેષ વર્ષમાં થઇ રહી છે. બંન્ને દેશો વચ્ચે કૂટનીતિક સંબંધોની સ્થાપનાનું આ 70મું વર્ષ છે.
વડાપ્રધાને કહ્યું કે, બંન્ને દેશોએ પોતાના સંયુક્ત મુલ્યો અને હિતોને જોતાશાંતિ, સ્થિરતા, આર્થિક પ્રગતિ તથા સમૃદ્ધીને આગળ વધારવા માટે પોતાના સંબંધોને સામરિક સહયોગનાં સ્તરને વધારવાનો નિર્ણય લીધો છે. અંતરિક્ષ અને પરમાણુ અર્જાના શાંતિપુર્ણ ઉપયોગના ક્ષેત્રમાં અમારો સહયોગ સતત વધી રહ્યો છે. ભારત અને આર્જેન્ટિના અનેક બાબતે એકબીજાના પુરક છે. અમારો પ્રયાસ છે કે આંતરિક હીત માટે તેમનો લાભ ઉઠાવવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે