નવી દિલ્હી: ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને નકાર્યો છે જેમાં તેમણે દાવો કરતા કહ્યું હતું કે, પીએમ મોદીએ તેમનાથી કાશ્મીર મુદ્દે મદદ માગી હતી. વિદેશ મંત્રાલયે ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે એવી કોઇ વિનંતી કરી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કર્ણાટક: સ્પીકરે કહ્યું, મને મજબુર ન કરશો, પરિણામ વિનાશકારી આવશે


વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ‘અમે અમેરિકાના રાષ્ટ્રપતિનું પ્રેસમાં આપેલું નિવેદન જોયું છે. જેમાં તેમણે કહ્યું છે કે, તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે તૈયાર છે. જો ભારત અને પાકિસ્તાન દ્વારા વિનંતી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિથી એવી કોઇ વિનંતી કરી નથી. તેમણે વધુમાં કહ્યું કે, ભારત તેમના આ વલણ ચોક્કસ છે કે પાકિસ્તાન સાથે બધા મુદ્દાઓ પર માત્ર દ્વિપક્ષીય વાતચીત થયા. પાકિસ્તાન સૌથી પહેલા બોર્ડર પર આતંકવાદ દૂર કરે. શિમલા કરાર અને લાહોર ઘોષણા પત્ર અંતર્ગત જ મુદ્દાનું સમાધાન થશે.’


વધુમાં વાંચો:- ચંદ્રયાન-2: જાણો સોનાના પડમાં શા માટે લપેટવામાં આવે છે સેટેલાઈટ?


આ પહેલા, સમાચાર એજન્સી AFPના અહેવાલ અનુસાર ટ્રમ્પે કાશ્મીર મુદ્દાય પર મધ્યસ્થતાની ઓફર કરી છે. ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનથી પીએમ મોદીને લઇને પણ ખોટુ બોલ્યા. ટ્રમ્પનો દાવો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાશ્મીર મુદ્દો ઉકેલવા માટે મદદ માગી હતી. વાસ્તવિકતા એ છે કે, કાશ્મીર પર ભારત ત્રીજા પક્ષની મધ્યસ્થાની વિરૂદ્ધ છે. ભારતે ક્યારેય પણ કોઇની મધ્યસ્થતા સ્વીકાર કરી નથી.


વધુમાં વાંચો:- તમિલનાડુ: લૉટરી કિંગ વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, 61 ફ્લેટ 88 પ્લોટ જપ્ત


ખરેખર, પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બેઠકમાં કાશ્મીરનો મુદ્દો છેડ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...