ચંદ્રયાન-2: જાણો સોનાના પડમાં શા માટે લપેટવામાં આવે છે સેટેલાઈટ ?

સોમવારે ઈસરોએ ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે અને તે હવે 48 દિવસની સફર પછી ચંદ્રની સપાટી પર પહોંચશે, પરંતુ ચંદ્રયાન પર લાગેલા સોનાના પડે લોકોના મનમાં કુતુહલ પેદા કરી દીધું છે કે આખરે શા માટે સોનું મઢવામાં આવ્યું હતું? શું આ ખરેખર સોનું છે કે પછી સોના જેવી કોઈ અન્ય ધાતુ છે? તેના ઉપયોગ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે પછી બીજું કંઈ? 

ચંદ્રયાન-2: જાણો સોનાના પડમાં શા માટે લપેટવામાં આવે છે સેટેલાઈટ ?

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે. ચંદ્રયાન-2 ભારતના એન્જિનિયરોની અભૂતપૂર્વ સફળતા છે. આ લોન્ચિંગ સાથે જ ચંદ્ર પર પહોંચનારા અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આ સફળતા પર ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. 

જોકે, ચંદ્રયાનને જે રીતે સોનાના પડથી લપેટવામાં આવ્યું હતું તેણે લોકોના મનમાં કુતુહલ પેદા કર્યું છે. લોકો વિચારે છે કે આખરે શા માટે સોનું મઢવામાં આવ્યું હતું? શું આ ખરેખર સોનું છે કે પછી સોના જેવી કોઈ અન્ય ધાતુ છે? તેના ઉપયોગ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે પછી બીજું કઈ? 

જાણો સોનાનું પડ ચડાવવા પાછળનું રહસ્ય 
અંતરિક્ષ અભિયાનમાં મોકલવામાં આવતા તમામ સેટેલાઈટ્સના નિર્માણમાં સોનાની એક મહત્વની ભૂમિકા હોય છે. આ કિંમતી ઔદ્યોગિક સોનું દરેક સેટેલાઈટ માટે અમુલ્ય વસ્તુ હોય છે. સેટેલાઈટ પર સોનાનું પડ ચડાવવાને ગોલ્ડ પ્લેટિંગ કહેવામાં આવે છે. વિજ્ઞાને એ સાબિત કર્યું છે કે, સોનું સેટેલાઈટની પરિવર્તનશીલતા, ચાલક્તા (કન્ડક્ટિવિટી) અને કાટ લાગતો અટકાવે છે. 

અન્ય કિંમતી ધાતુઓ પણ ઉપયોગી
માત્ર સોનું જ નહીં પરંતુ અન્ય કિંમતી ધાતુઓ પણ અંતરિક્ષ ઉદ્યોગની મૂલ્યવાન વસ્તુઓ ગણાય છે. આ ધાતુઓની થર્મલ કન્ટ્રોલ પ્રોપર્ટી સેટેલાઈટમાં અંતરિક્ષના નુકસાનકારક ઈન્ફ્રારેડ રેડિએશનને રોકવામાં મદદ કરે છે. આ રેડિએશન એટલું ખતરનાક હોય છે કે તે અંતરિક્ષમાં સેટેલાઈટને અત્યંત ઝડપથી નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતું હોય છે. 

સોનાના આ પડનું નામ છે 'લેસર ગોલ્ડ'
અંતરિક્ષ ટેક્નોલોજીમાં સોનાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. નાસાએ મોટા પ્રમાણમાં 'ગોલ્ડ પ્લેટિંગ'નો ઉપયોગ કર્યો છે. લેસર ગોલ્ડનું વિવિધ પ્રકારના ધાતુઓ અને અન્ય ચીજવસ્તુઓના મિશ્રણ સાથે ઉત્પાદન કરવામાં આવે છે. લેસર ગોલ્ડનો સૌ પ્રથમ ઉપયોગ ઝેરોક્સ મશીનોનાં નિર્માણમાં કરાયો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, લેસર ગોલ્ડ બનાવતી કંપનીએ જણાવ્યું છે કે, તેમની કંપની લગભગ 40 વર્ષથી નાસા સાથે કામ કરી રહી છે. નાસાએ અત્યાર સુધી લગભગ 50 જુદા-જુદા ઉપકરણોને સોનાનું પડ ચડાવ્યું છે, જેને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news