ચીનને ભારતનો વળતો જવાબ, કહ્યું- આંતરિક મુદ્દા પર દખલ કરવાનો અધિકાર નથી
ભારતે ગુરૂવારે લદ્દાખ પર ચીને આપેલા નિવેદન મુદ્દે પલટવાર કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતના આંતરિક મામલામાં ચીનને દખલ દેવાનો કોઈ અધિકાર નથી.
નવી દિલ્હીઃ ભારતે ગુરૂવારે લદ્દાખ પર ચીને આપેલા નિવેદન મુદ્દે પલટવાર કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતના આંતરિક મામલામાં ચીનને દખલ દેવાનો કોઈ અધિકાર નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરૂવારે કહ્યુ કે, અમે આશા કરીએ કે ચીન ભવિષ્યમાં ભારતના આંતરિક મામલામાં કોઈ પ્રકારની પ્રતિકૂળ ટિપ્પણી કરશે નહીં. ભારતે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડો. મોઇદ યૂસુફના દાવા પર પણ આકરો પ્રહાર કર્યો છે.
પાકિસ્તાની અધિકારીના દાવા પર પલટવાર
શ્રીવાસ્તવે પાકિસ્તાની અધિકારીના તે દાવાનો પણ જવાબ આપ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે પાકની સાથે વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રીવાસ્તવે કહ્યુ કે, પાકિસ્તાન પોતાની ઘરેલૂ નિષ્ફળતાઓને છૂપાવવા માટે આવી વાતો કરી રહ્યું છે. પ્રવક્તાએ કહ્યું કે, અમે પાકિસ્તાનના એક વરિષ્ઠ અધિકારના ઈન્ટરવ્યૂનો રિપોર્ટ જોયો છે. દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાને પોતાની ઘરેલૂ નિષ્ફળતાને છૂપાવવા માટે અને પોતાની જનતાને ગેરમાર્ગે દોરવા માટે ભારતનું નામ લીધુ છે.
ચીનની નિવેદનબાજી પર આપ્યો જવાબ
શ્રીવાસ્તવે કહ્યુ કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મૂ-કાશ્મીર ભારતના અખંડ ભાગ છે, અને ભવિષ્યમાં પણ રહેશે. ચીનને ભારતના આંતરિક મામલા પર કોઈ નિવેદન આપવાનો હક નથી. અરૂણાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને કહ્યુ હતુ કે, અમે ભારતના ગેરકાયદેસર રૂપથી સ્થાપિત લદ્દાખને માન્યતા આપતા નથી. ચીન આ ક્ષેત્રમાં પાયાના વિકાસ કાર્યનો વિરોધ કરે છે. ચીની પ્રવક્તાએ સરહદી ક્ષેત્રમાં ભારતના વિકાસ કાર્યોને તણાવનું કારણ ગણાવ્યું હતું.
માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે ખુશખબર, એપ લોન્ચ- કરી શકશો લાઇવ દર્શન
મ્યાનમારને ભારત આપશે સબમરીન
અનુરાગ શ્રીવાસ્તવે પોતાની આ નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા વાર્તા, વિદેશી રાજદ્વારીઓ માટે સુષમા સ્વરાજ લેક્ચર્સનું લોન્ચિંગ અને ભારત દ્વારા મ્યાનમારની નૌસેનાને સબમરીન આપવા જેવા અન્ય મુદ્દા પર જાણકારી આપી હતી. ભારત અને અમેરિકા વચ્ચે થનારી 2+2 વાર્તાને લઈને તેમણે કહ્યું કે, અમે જલદી નવી દિલ્હીમાં આયોજીત કરાવવા ઈચ્છીએ છીએ. જેમાં 45 રાજદ્વારીઓ સામેલ થઈ રહ્યાં છે. ભારત મ્યાનમારની નૌસેનાને સબમરીન આીએનએસ સિંધુવીર આપશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube