નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણી જીતીને વડાપ્રધાન મોદી એકવાર ફરીથી વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ 30 મેનાં રોજ યોજાઇ શકે છે. સુત્રો અનુસાર નવી સરકારનાં શપથ લીધા બાદ વડાપ્રધાન મોદી પહેલી યાત્રા કોઇ પાડોશી દેશની કરી શકે છે. માલદીવ, શ્રીલંકા અથવા નેપાળની યાત્રા પર જઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ભુંડા પરાજય બાદ રાજીનામાઓનો દોર: અનેક મોટા માથાઓ કપાવાની વકી

વડાપ્રધાન મોદીની અધિકારીક રીતે પહેલી યાત્રા 14-15 જુને કિર્ગિસ્તાનની નિશ્ચિત છે. જ્યાં તેઓ SCO Summit માં ભાગ લેવા જશે. ત્યાર બાદ 28-29 જુને વડાપ્રધાન જાપાનના ઓસાકામાં G-20 સમ્મેલનમાં ભાગ લેશે. ઓગષ્ટમાં વડાપ્રધાન વિકસિત દેશોનાં G-7 સમ્મેલનમાં ભાગ લેવા માટે ફ્રાંસ જશે. 


AAPના એકમાત્ર સાંસદ ભગવંત માને કહ્યું, જો મોદી લહેર તો હું સુનામી છું
પીયૂષ ગોયલને નાણા મંત્રાલય સોંપાઇ શકે છે, જેટલીનું પત્તુ કપાય તેવી શક્યતા
સપ્ટેમ્બરમાં વડાપ્રધાન રશિયાનાં વ્લાદિવોસ્ટક ખાતે જશે. જ્યાં તેઓ economic summit માં ભાગ લેશે. સપ્ટેમ્બરમાંવડાપ્રધાન ન્યૂયોર્કની મુલાકાત પ્રસ્તાવિત છે. આ તમામ વચ્ચે વડાપ્રધાન મોદી વિશ્વનાં અનેક દેશના પ્રમુખો સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે. 


.એક સાધારણ પરિવારની મહિલાને તમે આશિર્વાદ આપ્યો છે: સ્મતિનો ભાવુક સંદેશ


મોદી માટે અમેરિકી નેતાઓ દ્વારા શુભકામનાઓનો વરસાદ
ચૂંટણીમાં નિર્ણાયક જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાનાં ટોપનાં નેતાઓની તરફથી શુભકામના સંદેશની ભરમાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાનાં તમામ ટોપનાં નેતાઓ તરફથી શુભકામનાઓ પ્રાપ્ત થઇ રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, મોદીનાં બીજા કાર્યકાળમાં ભારત અને અમેરિકાનાં રણનીતિક સંબંધોમાં અનેક સારા પ્રસંગો બનવા જઇ રહ્યા છે.