કોંગ્રેસના ભુંડા પરાજય બાદ રાજીનામાઓનો દોર: અનેક મોટા માથાઓ કપાવાની વકી
મુરાદાબાદ સીટ નકાર્યા બાદ કોંગ્રેસનાં યુપી અધ્યક્ષ રાજ બબ્બરને ફતેહપુર સિકરી મેદાનમાં ઉતારવામાં આવ્યા
Trending Photos
લખનઉ : લોકસભા ચૂંટણીમાં એકવાર ફરીથી આકરા પરાજય બાદ કોંગ્રેસમાં જબર્દસ્ત ઉથલ પાથલ ચાલી રહી છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પોતાનું રાજીનામું પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે. અમેઠીમાં રાહુલ ગાંધીના પરાજયની જવાબદારી સ્વિકારતા જિલ્લા અધ્યક્ષ યોગેશ મિશ્રાએ પણ પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી દીધું છે. બીજી તરફ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનાં નિરાશાજનક પ્રદર્શન બાદ ઓરિસ્સાનાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નિરંજન પટનાયકે પણ રાજીનામું આપ્યું છે.
ઉતરપ્રદેશમાં કોંગ્રેસ માત્ર એક સીટ જીતી શકી છે. ફતેહપુર સીકરીથી કોંગ્રેસ ઉમેદવાર રાજ બબ્બર પોતે પણ હારી ચુક્યા છે. ભાજપનાં ઉમેદવાર રાજકુમાર ચાહરે રાજ બબ્બરને ત્રણ લાખ કરતા વધારે મતથી હરાવ્યા હતા. પાર્ટીએ પહેલા રાજ બબ્બરને મુરાદાબાદથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમણે ત્યાંથી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.
નેતૃત્વ સમક્ષ મારી વાત કરીશ
મુરાદાબાદ સીટ નકાર્યા બાદ રાજ બબ્બરને ફતેહપુર સીકરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા. ભાજપે ફતેહપુર સીકરીથી હાલના સાંસદ ચૌધરી બાબુલાલની ટિકિટ કાપીને રાજકુમાર ચાહરને ઉમેદવાર બનાવ્યા હતા, જેનો બાબુલાલેવિરોધ કર્યો હતો. ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે ભાજપનું નુકસાન થઇ શકે છે, પરંતુ ચોંકાવનારા પરિણામો આવ્યા.
રાજ બબ્બરે ટ્વીટ કરીને જણાવ્યું કે, જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે વિજેતાઓને શુભેચ્છાઓ. યુપી કોંગ્રેસ માટે પરિણામ નિરાશાજનક છે. પોતાની જવાબદારી યોગ્ય રીતે નહી નિભાવી શકવાનાં કારણે મારી જાતને દોષીત માનું છું, નેતૃત્વ સાથે મળીને આ અંગે ચર્ચા કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, સિનેમા જગતથી રાજનીતિમાં આવેલા રાજ બબ્બર 1989માં વીપી સિંહના નેતૃત્વવાળા જનતા દળ સાથે જોડાયા. ત્યાર બાદ તેઓ જનતા દળ છોડીને સમાજવાદી પાર્ટીમાં ગયા. 2006માં તેને સમાજવાદી પાર્ટીમાંથી બર્ખાસ્ત કરી દીધા. ત્યાર બાદ 2008માં તેઓ કોંગ્રેસ પાર્ટીનો હિસ્સો બની ગયો.
અમેઠી જિલ્લા અધ્યક્ષે રાજીનામું ધર્યું
બીજી તરફ અમેઠીમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હારની નૈતિક જવાબદારી જિલ્લા અધ્યક્ષ યોગેશ મિશ્રાએ લીધી છે. તેમણે પોતાનું રાજીનામું પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી દીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે