નવી દિલ્હીઃ આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા બુધવારે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયા બાદ ગૂરૂવારે આયોજિત એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 'UNSC દ્વારા યોગ્ય દિશામાં પગલું ભરાયું છે, પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે અને સમગ્ર વિશ્વમાં તેની થૂ-થૂ થઈ છે...'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, 'આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડાને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સંબંધિત 1267 પ્રતિબંધ સમિતિનો નિર્ણય આતંકવાદ અને તેના સમર્થકો સામેની લડાઈમાં આંતરરાષ્ટ્રીય સમુદાયના સંકલ્પને પ્રદર્શિત કરવા માટે યોગ્ય દિશામાં પગલું છે. પાકિસ્તાને આતંકવાદ પર ગાળીયો મજબૂત કરવો જ પડશે.'


તેમણે વધુમાં કહ્યું કે, "ભારત આતંક સાથે કોઈ સમાધાન નહીં કરે. નાલેશી બાદ પાકિસ્તાન બહાના બનાવી રહ્યું છે. પાકિસ્તાન આ નિર્ણયનું સ્વાગત કરી શક્તું નથી કે ટીકા પણ કરી શકે એમ નથી. હવે તેણે આતંકવાદ સામે ગાળિયો કસવો જ રહ્યો. મસૂદના ખાતા જપ્ત કરવા પડશે અને તેની સામે કાર્યવાહી કરવા પાકિસ્તાનને મજબૂર બનવું પડશે." 


જાણો જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ પછી મસુદ અઝહરની એ કબૂલાત જે તેની સામે પાકો પુરાવો બની


રવિશકુમારે વધુમાં જણાવ્યું કે, "અમે મસુદ સામે પાકા પુરાવા આપ્યા હતા. કોઈ એક ઘટનાના આધારે આ નિર્ણય લેવાયો નથી. પાકિસ્તાનનો કુટનૈતિક પરાજય થયો છે. ચીને પહેલા જ જણાવી દીધું હતું કે તે આ પ્રસ્તાવનો વિરોધ નહીં કરે."


છેલ્લા 10 વર્ષમાં ચાર વખત રજૂ કરાયો પ્રસ્તાવ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પુલવામા હુમલા બાદ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા દ્વારા 27 ફેબ્રુઆરી,2019ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મુકાયો હતો. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં આ ચોથી વખત પ્રયાસ કરાયો હતો, પરંતુ દરેક વખતે ચીનના વીટો ઉપયોગ કરવાને કારણે તેમાં સફળતા મળી ન હતી. 


  • 2009માં ભારતે પ્રથમ વખત પ્રસ્તાવ મુક્યો હતો. 

  • 2016માં ભારતે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને આ પ્રસ્તાવ મુક્યો હતો. 

  • 2017માં ભારતે ત્રણ દેશો સાથે મળીને પ્રસ્તાવ મુક્યો હતો.

  • 2019માં પુલવામા હુમલા બાદ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ સંયુક્ત પ્રસ્તાવ મુક્યો હતો. 


જાણો મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરતાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શું કહ્યું...


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? 
1. સંપત્તિ ટાંચમાં લેવી 

આ યાદીમાં સામેલ કોઈ વ્યક્તિ કે સંસ્થાની તમામ સંપત્તિ, તેનાં આર્થિ સ્રોત અને તેના ફંડને વિશ્વનાં તમામ રાષ્ટ્રો- રાજ્યોએ ટાંચમાં લેવાના રહેશે. 


વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીતથી પાકિસ્તાનના હોશ ઉડ્યા, મસૂદ પર આપ્યું મોટું નિવેદન


2. પ્રવાસ પર પ્રતિબંધ
આ યાદીમાં સામેલ વ્યક્તિને તમામ રાષ્ટ્રો અને રાજ્યોએ તેમના દેશમાં પ્રવેશ કે તેમના દેશમાંથી પસાર થતાં રોકવાની રહેશે. 


3. શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ 
તમામ રાષ્ટ્રો - રાજ્યોએ "તેમના વિસ્તારમાં, તેમના દેશની સરહદ પર આ યાદીમાં સામેલ વ્યક્તિઓ કે સંસ્થાઓને સીધા અથવા આડકતરા શસ્ત્રોના વેચાણ અથવા સંબંધિત મીટિરિયલના રોકાણ પર પ્રતિબંધ લગાવાનો રહેશે. જેમાં શસ્ત્રોના સ્પેર પાર્ટ્સ, ટેક્નિકલ સલાહ, મદદ, તાલીમ સંબંધિત લશ્કરી કવાયત વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો રહેશે."


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....