નવી દિલ્હીઃ અભિનેત્રીમાંથી નેતા બનેલી નવી ચૂંટાયેલી તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં રૂહી અને મિમી ચક્રવર્તીએ મંગળવારે 17મી લોકસભાના સભ્ય તરીકે બંગાળીમાં શપથ લીધા હતા. બંને જ્યારે સંસદમાંથી બહાર નિકળી ત્યારે પત્રકારોએ તેમને ઘેરી લીધી હતી અને ધક્કામુક્કી કરવા લાગ્યા હતા. સંસદના સુરક્ષા કર્મચારીઓએ બંને સાંસદ અભિનેત્રીને સુરક્ષિત રીતે બહાર નિકળવામાં મદદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા કર્મચારીઓ દ્વારા ધક્કા-મુક્કી કરવામાં આવતા ગુસ્સે થઈ ગયેલી બંને સાંસદે તેમને આગળ જવા માટેનો રસ્તો આપવા વિનંતી કરી હતી. થોડા સવાલનો જવાબ પણ આપ્યા પરંતુ પત્રકારો તેમેન ઘેરી વળ્યા હતા. આથી બંને ગુસ્સે થઈ ગઈ. નુસરતે મિમીના ખભા પર હાથ મુકીને કહ્યું કે, "તમે ધક્કો મારી શકો નહીં સર. વાતને જરા સમજો." 


તેમનો અવાજ સાંભળીને સંસદના સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને પછી બંનેને તેમની કાર સુધી સલામત પહોંચાડી હતી. બંને જેવી કાર સુધી પહોંચી કે પત્રકારોએ ફરીથી બંનેને એકસાથે ફોટો પડાવાની માગણી કરી હતી. આ વખતે સાવચેત થઈ ગયેલી બંને સાંસદ અભિનેત્રીઓએ ફોટોગ્રાફરો અને મીડિયા કર્મચારીઓ સમક્ષ ફોટો આપતા પહેલાં એક ચોક્કસ અંતર પર ઊભા રહેવાની શરત મુકી હતી. 


'નયા ભારત', 'આધુનિક ભારત'ના નિર્માણ માટે વડાપ્રધાન મોદીનું આહ્વાન 


ઉલ્લેખનીય છે કે, નુસરત જહાંએ તાજેતરમાં જ એક વેપારી નિખિલ જૈન સાથે તુર્કીસ્તાનમાં લગ્ન કર્યા છે. મિમી પણ આ લગ્નસમારોહમાં ભાગ લેવા ગઈ હતી. નુસરત સંસદમાં સફેદ અને જાંબલી રંગની સાડી પહેરીને આવી હતી અને હાથમાં મેંદી પણ મુકી હતી. મિમિ પણ પારંપરિક ભારતીય પોશાકમાં હતી.


લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ, જાણો 10 મોટી વાતો 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....