સગી નાની બહેનનું ઘર ભાંગવા પર અડી મોટી બહેન, બનેવી સાથે લગ્ન કરવા જીદે ચડી
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક સાળી પોતાના બનેવીના પ્રેમમાં પાગલ થઈ ગઈ. સાળી-બનેવી ત્રણ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ તેને શોધીને લાવી તો જોરદાર હંગામો થયો હતો.
મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે. એક સાળી તેની બનેવીના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. જીજા-સાળી ત્રણ દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયા હતા, જેમને પોલીસ પકડીને લાવતાં હવે હોબાળો મચ્યો છે. જીજા-સાળી વચ્ચે પ્રેમસંબંધના તો ઘણા કિસ્સાઓ છે પણ અહીં બહેન પ્રેગનન્ટ હોવા છતાં સગી બહેન ઘર ભાંગી રહી છે. આ સમયે પોલીસ સ્ટેશનમાં ગર્ભવતી બહેન પણ આવી જતાં મોટો હોબાળો થયો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામાને રોકવામાં પોલીસને પણ પરસેવો છૂટ્યો હતો.
ઉત્તર પ્રદેશના મેરઠમાં બે બહેનોના લગ્નને લઈને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાય છે. અહીં એક સગી સાળી પોતાના જ બનેવી સાથે લગ્ન કરવા પર જિદ પર અડી ગઈ છે. જિજા-સાળીના આ પ્રેમ પ્રકરણમાં સગર્ભા પત્ની પણ ઝેરની પડીકી લઈને આવી જતાં પોલીસ ટેન્શનમાં આવી ગઈ હતી. જીજા સાળી લગ્ન કરે તો બેને ઝેર પીવાની ધમકી આપી હતી. જેને પગલે આખરે પોલીસે જીજા- સાળીને કસ્ટડીમાં લેવા પડ્યા હતા.
આ ચકચારી ઘટના એ મેરઠના સુરુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંના હર્રા વિસ્તારની રહેવાસી યુવતી ત્રણ દિવસ પહેલાં તેના સગા બનેવી સાથે ભાગી ગઈ હતી. આ પછી પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે સોમવારે બંનેને શોધી કાઢ્યા. આ પછી સાળીએ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ તેની બહેન એટલે કે યુવકની પત્ની પણ ત્યાં આવી અને ભારે હોબાળો થયો.
આ પણ વાંચોઃ કોરોનાના નવા સબ વેરિએન્ટ JN.1 એ ડરાવ્યા, દેશભરમાં 21 કેસની પુષ્ટિ
પત્ની ઝેરનું પેકેટ લઈને આવી
સાળી અને બનેવી બંને એકબીજા સાથે લગ્ન કરવા મક્કમ હતા. દરમિયાન યુવકની ગર્ભવતી પત્ની પોલીસ સ્ટેશને આવીને તેને ધમકી આપી હતી. તે પોતાની સાથે ઝેરનું પેકેટ લાવી હતી. તેણે તેની બહેનને કહ્યું કે જો તું મારા પતિ સાથે લગ્ન કરીશ તો હું ઝેર પીને આપઘાત કરી લઈશ. પોલીસ અને પરિવારના સભ્યોએ સાળીને ઘણું સમજાવી કે સગી બહેનનું ઘર ના ભાંગીશ પરંતુ તે માનતી ન હતી. તેણીની પરિણીત બહેનના વિરોધ છતાં, તેણી તેના બનેવી સાથે લગ્ન કરવા પર અડગ રહી. આવી સ્થિતિમાં પોલીસે બંને સાળી બનેવીની અટકાયત કરી હતી.
સાળી ગર્ભવતી મહિલા કરતાં મોટી છે
પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે તેના ત્રણ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયા હતા. તે ઘરેથી ભાગી ગઈ અને લગ્ન કરી લીધા, જ્યારે તેની મોટી બહેન કુંવારી હતી. લગ્ન પછી તેને એક પુત્રી હતી જે માત્ર એક વર્ષની છે અને હવે તે ફરી ગર્ભવતી છે. લગ્ન બાદ તેના પતિએ તેની મોટી બહેન એટલે કે સાળીને પોતાના પ્રેમની જાળમાં ફસાવી હતી. તાજેતરમાં જ બંને ત્રણ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. હવે પીડિત મહિલાની મોટી બહેન તેના બનેવી સાથે લગ્ન કરવાની જીદ કરી રહી છે. હાલમાં પોલીસે સાળીને પરિવારને સોંપી દીધી છે, જ્યારે બનેવી કસ્ટડીમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube