Mirage 2000 characteristics: સુખોઈ-30 અને મિરાજ 2000 મધ્ય પ્રદેશમાં મોરેના પાસે ક્રેશ થયા છે. આ વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. આ પહેલો કિસ્સો નથી જ્યારે આ પ્લેન ક્રેશ થયું હોય. આ પહેલાં પણ આ ફાઈટર પ્લેનની ઘણી વખત દુર્ઘટના થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે આ વિમાનોનો ઉપયોગ બાલાકોટ એર સ્ટ્રાઈક અને કારગિલ યુદ્ધમાં કરવામાં આવ્યો છે. આ અકસ્માતો પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પાઈલટ દ્વારા પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાનું પાલન ન કરવું અથવા મિસ એપ્રોચ અને ખરાબ હવામાન પણ કારણભૂત હોઈ શકે છે. આ સિવાય પ્લેનમાં પણ કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


બાલાકોટ સ્ટ્રાઈકમાં થયો હતો ઉપયોગ
ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ મોટી સંખ્યામાં મિરાજ ફાઈટર એરક્રાફ્ટ છે. તેની તાકાતનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ભારતે 26 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાન પર બાલાકોટ સ્ટ્રાઈક કરી હતી. તે સમયે 12 મિરાજ 2000 જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન આ વિમાનો પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પને પણ નષ્ટ કરી દીધા હતા. આ સ્ટ્રાઈકમાં મિરાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે આ ફાઈટર પ્લેન્સ 70 કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


આ છે મિરાજ-2000ની વિશેષતા
મિરાજ-2000 પણ ફ્રાન્સની ડેસોલ્ટ એવિએશન કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ એક અત્યાધુનિક ફાઈટર એરક્રાફ્ટ છે. કારગિલ યુદ્ધમાં આ વિમાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેનું વજન 7,500 કિગ્રા અને લંબાઈ 47 ફૂટ છે. તે 2000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડવાની ક્ષમતા ધરાવે છે. ભારતે 80ના દાયકામાં પહેલીવાર આ વિમાનો ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. માત્ર ભારત જ નહીં પરંતુ નવ દેશો આ વિમાનનો ઉપયોગ કરી રહ્યા છે.


ટૂંકા રન-વેમાં તે ફાયદાકારક છે
આ એરક્રાફ્ટ નાના રનવે માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. કેટલાક એરક્રાફ્ટને ટેકઓફ અને લેન્ડિંગ માટે લાંબા રનવેની જરૂર પડે છે, પરંતુ આ માટે માત્ર 400 મીટરનો રનવે પૂરતો છે. આ ફાઈટર એરક્રાફ્ટ હવામાં પણ દુશ્મન સામે લડી શકે છે.


આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube