પટના : ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુરુવારે પટનાની મુલાકાતે છે. બિહારના આ પ્રવાસ દરમિયાન અમિત શાહની મુલાકાત મખ્યમંત્રી નીતિશકુમાર સાથે પણ થશે. આ બંને નેતા એક દિવસમાં બે વાર મળશે. અમિત શાહ અને નીતિશકુમાર વચ્ચે પહેલી મુલાકાત નાશ્તા વખતે થઈ હતી. આ પછી રાત્રે મુખ્યમંત્રી આવાસ પર બંને સાથે ડિનર લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારના રાજકારણમાં ચર્ચા છે કે ડિનર વખતે આ બંને નેતાઓ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં સીટ શેયરિંગના મુદ્દે વાતચીત થશે અને આ માટેની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. આ મામલે બંને નેતાઓ વચ્ચે સતત નિવેદનબાજી ચાલી રહી છે અને હવે લાગે છે કે આના પર પુર્ણવિરામ મુકાઈ જશે. 


જેડીયુ પોતાને મોટાભાઈ તરીકે પ્રમોટ કરે છે અને નીતિશકુમારને બિહારમાં એનડીએનો ચહેરો બનાવવાની ડિમાન્ડ થઈ રહી છે. આની સામે બીજેપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવા માગે છે. પોતાની એક દિવસની યાત્રા દરમિયાન અમિત શાહ અને નીતિશકુમારની બે વાર મુલાકાત થશે અને આ મુલાકાતો જ બિહારમાં બીજેપી-જેડીયુ ગઠબંધનની દિશા નક્કી કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષની આ મુલાકાત માટે બીજેપી બહુ ઉત્સાહિત છે. અમિત શાહ આ મુલાકાત દરમિયાન કાર્યકર્તાઓને પણ સંબોધશે. 


અમિત શાહની બિહાર મુલાકાતનું ટાઇમટેબલ


  • સવારે 10 વાગ્યે પટના એરપોર્ટ પહોંચશે

  • એરપોર્ટથી અમિત શાહ રાજકીય અતિથિશાળા જશે. અહીં મુખ્યમંત્રી નીતિશકુમાર અને બીજા નેતાઓ સાથે નાસ્તો કરશે

  • બાપુ સભાગારમાં 11.30થી 12.30 સુધી સોશિયલ મીડિયાની  બેઠકમાં ભાગ લેશે

  • જ્ઞાના ભવનમાં 12.45થી 1.45 સુધી ખાસ બેઠક યોજાશે

  • બપોરનું ભોજન જ્ઞાન ભવનમાં જ કરશે અમિત શાહ

  • 2.30થી 3.30 સુધી શક્તિ કેન્દ્ર પ્રભારીઓ સાથે બાપુ સભાગારમાં બેઠક 

  • સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી ચૂંટણી તૈયારી સમિતિની બેઠકમાં ભાગ લેશે

  • રાતનું ભોજન મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે મુખ્યમંત્રી આવાસ પર 

  • 13 જુલાઈએ રાજકીય અતિથિશાળાથી એરપોર્ટ સુધી પ્રસ્થાન


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...