JJP નેતા દુષ્યંત ચૌટાલા અમિત શાહને મળ્યા, ભાજપ સરકારમાં મળી શકે છે મોટું પદ
હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ પેદા થયા બાદ દુષ્યંત ચૌટાલાની નવરચિત જનનાયક જનતા પાર્ટી (જેજેપી) કિંગમેકર બનીને ઉભરી છે. જો કે 40 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. જ્યારે કોંગ્રેસને 31 અને જેજેપીને 10 બેઠકો મળી છે. આ બાજુ અપક્ષો પણ ભાજપને સમર્થન આપવા તૈયાર હોવાનું કહેવાય છે. અન્યને ફાળે 9 બેઠકો ગઈ છે. ચૂંટણીના પરિણામો વચ્ચે સૌથી પહેલા કોંગ્રેસના તરફથી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ અપીલ કરતા કહ્યું કે ભાજપને રોકવા માટે તમામ વિપક્ષી દળોએ કોંગ્રેસ સાથે હાથ મીલાવવો જોઈએ.
નવી દિલ્હી: હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ પેદા થયા બાદ દુષ્યંત ચૌટાલાની નવરચિત જનનાયક જનતા પાર્ટી (જેજેપી) કિંગમેકર બનીને ઉભરી છે. જો કે 40 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. જ્યારે કોંગ્રેસને 31 અને જેજેપીને 10 બેઠકો મળી છે. આ બાજુ અપક્ષો પણ ભાજપને સમર્થન આપવા તૈયાર હોવાનું કહેવાય છે. અન્યને ફાળે 9 બેઠકો ગઈ છે. ચૂંટણીના પરિણામો વચ્ચે સૌથી પહેલા કોંગ્રેસના તરફથી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ અપીલ કરતા કહ્યું કે ભાજપને રોકવા માટે તમામ વિપક્ષી દળોએ કોંગ્રેસ સાથે હાથ મીલાવવો જોઈએ.
હરિયાણામાં JJP નહીં પરંતુ આ નેતા પાસે છે સત્તાની ચાવી? આપશે BJPને સમર્થન!
હરિયાણાના રાજકારણમાં સતત બદલાતા સમીકરણ અને કશ્મકશ વચ્ચે સૂત્રોના જણાવ્યાં મુજબ જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા મોડી રાતે ભાજપના અધ્યક્ષ અમિત શાહને મળ્યાં. એવી અટકળો થઈ રહી છે કે ભાજપ સરકારમાં દુષ્યંત ચૌટાલાને મહત્વનું પદ મળી શકે છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે સિરસાથી અપક્ષ ઉમેદવાર ગોપાલ કાંડા સહિત 5 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપને સમર્થન આપી શકે છે.
જુઓ LIVE TV