હરિયાણામાં અપક્ષ ઉમેદવારોનું ભાજપને સમર્થન? સરકાર બનાવવામાં કરશે મદદ!
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ભલે બહુમતથી ચૂકી ગઈ હોય પરંતુ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. હવે તે અપક્ષ ઉમેદવારોના સમર્થનથી ફરીથી સરકાર બનાવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવાના કારણે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર બહુ જલદી રાજ્યપાલ સત્યનારાયણ આર્યને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ખટ્ટર દીવાળી પહેલા શુક્રવારે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
Trending Photos
ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ભલે બહુમતથી ચૂકી ગઈ હોય પરંતુ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. હવે તે અપક્ષ ઉમેદવારોના સમર્થનથી ફરીથી સરકાર બનાવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવાના કારણે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર બહુ જલદી રાજ્યપાલ સત્યનારાયણ આર્યને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ખટ્ટર દીવાળી પહેલા શુક્રવારે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
આ બાજુ ભાજપના સંસદીય બોર્ડની બેઠક પૂરી થઈ ગઈ છે. સંસદીય બોર્ડે ભાજપ અધ્યક્ષ અમિત શાહને મહારાષ્ટ્ર અને હરિયાણામાં સરકાર બનાવવા માટે નિર્ણયો લેવા અધિકૃત કર્યા છે. સંસદીય બોર્ડમાં નિર્ણય લેવાયો છે કે બંને રાજ્યોમાં મુખ્યમંત્રી બદલવામાં આવશે નહીં. એટલે કે હરિયાણામાં ખટ્ટર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદના શપથ લઈ શકે છે.
7 અપક્ષ ઉમેદવારો જીત્યા
90 સભ્યોવાળી હરિયાણા વિધાનસભામાં ભાજપને 40 બેઠકો મળી છે. જો કે બહુમતના આંકડાથી ભાજપ 6 બેઠકો પાછળ છે. મેજીક ફિગર 46 છે. ભાજપ આ ભરપાઈ પૂરી કરવા માટે અપક્ષોને સાધવાની કોશિશમાં છે. 7 અપક્ષ સભ્યો જીત્યા છે.
Gobind Kanda, brother of Independent MLA Gopal Kanda:
2009 has repeated itself in 2019. Instead of Congress it is BJP today, with victory on 40 seats. Gopal Kanda has left for Delhi with 6 MLAs. They will form BJP's govt. #HaryanaAssemblyPolls pic.twitter.com/RGqlEkpzuV
— ANI (@ANI) October 24, 2019
ગોપાલ કાંડાના ભાઈનો દાવો, 6 અપક્ષો ભાજપ સાથે
આ બધા વચ્ચે સિરસાથી જીતનારા હરિયાણા જનહિત પાર્ટીના નેતા ગોપાલ કાંડાના ભાઈ ગોવિંદ કાંડાએ દાવો કર્યો છે કે તેમના ભાઈની સાથે સાથે 6 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપને સમર્થન આપશે. તેમણે કહ્યું કે ગોપાલ કાંડા 6 અપક્ષ ધારાસભ્યો સાથે દિલ્હી રવાના થઈ ચૂક્યા છે. ગોવિંદ કાંડાએ કહ્યું કે આ વખતના પરિણામો બિલકુલ 2009 જેવા છે. તે વખતે કોંગ્રેસ 40 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી જ્યારે આ વખતે તેની જગ્યાએ ભાજપ છે. તેમણે કહ્યું કે 10 વર્ષ બાદ ઈતિહાસ દોહરાવાઈ રહ્યો છે. ત્યારે તેમના ભાઈએ કોંગ્રેસની સરકાર બનાવડાવી હતી અને આ વખતે ભાજપની સરકાર બનાવડાવશે.
#UPDATE #HaryanaAssemblyPoll Results: BJP wins Ateli seat, taking their tally to 40. https://t.co/HjMdp7vswC pic.twitter.com/1e7u2feVE2
— ANI (@ANI) October 24, 2019
કાંડા સાથેની અપક્ષ ધારાસભ્યોની તસવીર વાઈરલ
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાઈરલ થઈ રહી છે જેમાં ગોપાલ કાંડા કેટલાક લોકો સાથે બેઠા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે કાંડા સાથે બેઠેલા લોકો અપક્ષ ધારાસભ્યો છે અને દિલ્હી ભાજપના નેતાઓને મળવા જઈ રહ્યાં છે. ગોપાલ કાંડાના ભાઈના દાવાને જોતા હરિયાણામાં એકવાર ફરીથી ખટ્ટર સરકાર બની રહી જોવા મળે છે. કાંડા અને 6 અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી ભાજપ પાસે કુલ 7 ધારાસભ્યોનું સમર્થન થઈ જશે જે બહુમતના આંકડા કરતા 1 વધુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપે અપત્ર ધારાસભ્ય રણજીત સિંહને મંત્રી પદની ઓફર કરી છે અને તેમને દિલ્હી બોલાવ્યાં છે.
જુઓ LIVE TV
અપક્ષો પાસે સત્તાની ચાવી?
અત્રે જણાવવાનું હરિયાણામાં ભાજપે 40 બેઠકો, કોંગ્રેસ 31, જેજેપીએ 10 બેઠકો મેળી છે જ્યારે 1-1 બેઠક પર આઈએનએલડી અને હરિયાણા લોકહિત પાર્ટીએ જીત મેળવી છે. 7 બેઠકો પર અપક્ષો જીત્યા છે. પહેલા જેજેપીને કિંગમેકર માનવામાં આવી હતી પરંતુ ફાઈનલ ફિગર આવ્યાં બાદ હવે અપક્ષોનું મહત્વ વધી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે