શ્રીનગર : પોતાનાં વિવાદિત નિવેદનો મુદ્દે સતત ચર્ચાઓમાં રહેનારા  પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નાં અધ્યક્ષ મહેબુબા મુફ્તી એકવાર ફરીથી સમાચારોમાં આવી ગયા છે. મહેબુબા મુફ્તીએ શનિવારે કહ્યું કે, મુસ્લિમ ધર્મના સૌથી મોટા તહેવાર પવિત્ર રમઝાનનાં મહિનો આવવાનો છે. આ દરમિયાન લોકો દિવસ રાત દુવાઓ માંગવા મસ્જિદો અને ઇબાદતગાહોમાં જાય છે. મહેબુબાએ કહ્યું કે, મારી ભારત સરકારને અપીલ છે કે ગત્ત વર્ષની જેમ જ આ વખતે પણ રમઝાન મહિનામાં સીઝફાયર હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેકોપ્સ કંપની મુદ્દે રાહુલ પર જેટલીનો શાબ્દિક પ્રહાર, સંરક્ષણ સોદાઓ માટે નકલી કંપનીઓ બનાવી

જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે, આ મહિના માટે સેના દ્વારા ચલાવવામાં આવતા સંશોધન અભિયાન (સર્ચ ઓપરેશન) અને અન્ય કડક કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવો જોઇએ. તેના કારણે રાજ્યનાં લોકોને ઓછામાં ઓછો એકમહિનો આરામ મળી જશે. તેમણે કહ્યું કે, હું આતંકવાદીઓને અપીલ કરીશ કે  તેઓ રમઝાન મહિનામાં કોઇ હુમલો ન કરે કારણ કે રમઝાનનો પવિત્ર મહિનો ઇબાદત અને દુવા માંગવાનો છે. 
હું ભારત માટે જીવ્યો, મારી 50 વર્ષની તપસ્યા કોઈ ધૂળમાં મેળવી શકે નહીં: પીએમ મોદી

અત્રે ઉલ્લેખનીય છે કે,  અનુચ્છેદ 370 જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે અને રાજ્ય સાથે સંબંધિત કાયદાઓ બનાવવાની સંસદની શક્તિને સીમિત કરે છે અને રાજ્યથી સંબંધિત કાયદા બનાવવાની સંસદની શક્તિઓને સીમિત કરે છે. અનુચ્છેદ 35એ રાજ્ય વિધાનસભાને વિશેષાધિકાર આપવા માટે સ્થાનીક નિવાસીઓને પરિભાષીત કરવાની શક્તિ આપે છે.