JKLF પર પ્રતિબંધથી મહેબુબા ભડક્યા: આ પ્રતિબંધ કાશ્મીરને ખુલ્લી જેલ બનાવી દેશે
જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી યાસીન મલિકના સંગઠન પર પ્રતિબંધના કારણે સરકારથી નારાજ છે
શ્રીનગર : પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ શઉક્રવારે કહ્યું કે, યાસીન મલિકનાં નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ પર પ્રતિબંધ એક હાનિકારક પગલું છે. જે કાશ્મીરને એક ખુલી જેલ બનાવી દેશે. અધિકારીઓએ નવી દિલ્હીમાં જણાવ્યું કે, સંગઠન પર જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી ગતિવિધિઓમાં કથિત રીતે ઉશ્કેરવા મુદ્દે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહેબુબા મુફ્તીએ એક ટ્વીટમાં કહ્યું કે, એવા હાનિકારક પગલાઓથી કાશ્મીર માત્ર એક ખુલ્લી જેલમાં બદલાઇ જશે.
મહાગઠબંધને કનૈયા કુમારને ન આપ્યો ભાવ, તેજસ્વી યાદવને મોટી ભુમિકા !
મુફ્તીએ જણાવ્યું કે, સુરક્ષા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ સંગઠનને બિનકાયદેસર ગતિવિધિ (અટકાવ) અધિનિયમના અલગ અલગ પ્રાવધાનો હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે અને કેન્દ્રનું મંતવ્ય છે કે જેકેએલએફ આતંકવાદી સંગઠનોના સંપર્કમાં છે. તથા જમ્મુ કાશ્મીર તથા અન્ય સ્થળો પર ઉગ્રવાદને ઉશ્કેરી રહ્યા છે.
યાસીન મલિકનાં સંગઠન JKLF પર દાખલ છે 37 FIR, સરકારે પ્રતિબંધ ઠોક્યો
મુફ્તીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં મુદ્દાનો ઉકેલ લાવવા માટે યાસીન મલિકે ઘણા સમય પહેલા હિંસાની ટીકા કરી હતી. તત્કાલીન વડાપ્રધાન વાજપેયીજીની મંત્રણા પહેલા તેમને એક પક્ષકાર તરીકે જોવા મળ્યા હતા. તેમના સંગઠન પર પ્રતિબંધથી શું પ્રાપ્ત થશે ?