શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) એ આજે એક ભડકાઉ નિવેદન આપતા રાજ્યમાં બંદૂક ઉઠાવનારા લોકોનું સમર્થન કર્યું. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જ્યારે નોકરી ન હોય તો અહીંના છોકરા બંદૂક જ ઉઠાવશે. રાજ્યમાં ખસકી રહેલી પોતાની રાજકીય ધાકથી ધૂંધવાયેલા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ ભાજપની દાનત જમ્મુ અને કાશ્મીરની જમીન અને નોકરીઓ છીનવી લેવાની છે. તેમણે કહ્યું કે 'ડોગરા સંસ્કૃતિને બચાવવા માટે કલમ 370 હતી. ક્યાંક ડોગરા સંસ્કૃતિ જ લુપ્ત ન થઈ જાય. મુલ્કનો ઝંડો હોય કે જમ્મુ કાશ્મીરનો ઝંડો હોય. તે અમને બંધારણે આપ્યો હતો. તેમણે અમારી પાસેથી તે ઝંડો છીનવી લીધો.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NGT નો આદેશ- દિલ્હી-NCRમાં 30 નવેમ્બર સુધી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ


ભડકાઉ નિવેદન આપતા પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે 'આજે તેમનો(BJP) સમય છે. કાલે અમારો આવશે. તેમના પણ ટ્રમ્પ જેવા હાલ થશે. બોર્ડર્સના રસ્તા ખુલવા જોઈએ. જમ્મુ અને કાશ્મીર બંને દેશો વચ્ચે અમનનો પુલ બને. અમારો ઝંડો અમને પાછો આપી દો. અમે ચૂંટણી ભેગા લડીએ છીએ. જમ્મુ અને કાશ્મીરના ટુકડા કરી દીધા. આ તાકાતોને દૂર કરવા માટે અમે હાથ મિલાવ્યા છે.'


PM મોદીએ વારાણસીને આપી દિવાળી ભેટ, 614 કરોડની યોજનાઓની કરી શરૂઆત


ગુપકાર ગેંગ અને કોંગ્રેસનું ગઠબંધન ફરીથી બેનકાબ
ગુપકાર ગેંગ અને કોંગ્રેસનું ગઠબંધન ફરીથી બેનકાબ થઈ ગયુ છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કોંગ્રેસ પણ ગુપકરનો ભાગ છે. જમ્મુ અને કાશ્મીરમાં DDC ચૂંટણી સાથે લડીશું. કોંગ્રેસ પાર્ટી તરફથી જો કે આ અંગે કોઈ અધિકૃત ટિપ્પણી નથી આવી. એક દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા આગામી જિલ્લા વિકાસ પરિષદ (DDC) ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા બાદ અબ્દુલ્લાની આ ટિપ્પણી આવી છે. અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ અધ્યક્ષ જી એ મીર આજે તેમને મળવા આવ્યા અને કહ્યું કે 'આપણે એક સાથે ચૂંટણી લડી રહ્યા છીએ.'


આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો


અબ્દુલ્લાએ કોંગ્રેસના ગઠબંધનથી અલગ થવાના સવાલ પર જવાબ આપતા કહ્યું કે તેઓ ક્યાં અલગ થયા છે? તેને લઈને કોઈ ગેરસમજ ન હોવી જોઈએ. કોંગ્રેસ ગઠબંધનનો હિસ્સો છે અને અમે ડીડીસી ચૂંટણી એકસાથે લડી રહ્યા છીએ. કોંગ્રેસે અત્યાર સુધી ગઠબંધનની કોઈ પણ બેઠકમાં ભાગ લીધો નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube