નવી દિલ્હીઃ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ભાજપનું નામ લીધા વગર કહ્યું કે આ લોકો ધર્મના આધાર પર લોકોને વિભાજીત કરવા ઈચ્છે છે. આ લોકોનું (ભાજપ) ષડયંત્ર દેશને તોડવાનું છે. મુફ્તીએ કહ્યું કે આ લોકો દેશમાં ધર્મના નામ પર ભડકાવીને ઘણા પાકિસ્તાન બનાવવા ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'આ લોકો દેશને વધુ એક વિભાજન તરફ લઈ જશે'
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ ભાજપનું નામ લીધા વગર કહ્યું કે આ લોકો દેશને વધુ એક વિભાજન તરફ લઈ જઈ રહ્યાં છે. મહેબૂબાએ એક સભાને આરએસપુરામાં સંબોધિત કરતા કહ્યું, (પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી) જિન્નાએ ઈતિહાસમાં આ દેશને વિભાજીત કર્યો પરંતુ આજે ફરી દેશને સાંપ્રદાયિક આધાર પર વિભાજીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ લોકો (ભાજપ) વધુ એક વિભાજન ઈચ્છે છે. 


2024 સુધી અમેરિકા જેવા બની જશે ભારતના રસ્તા, લોકસભામાં ગડકરીએ સામે રાખ્યો દેશનો રોડમેપ  


ફરી ગાંધીને મરવા ન દો
તેમણે આગળ કહ્યું- જો આપણે આ ધાર્મિક વિભાજન થવા દેશું તો ભગત સિંહ જેવા સ્વતંત્રતા સેનાનિઓનું બલિદાન બેકાર થઈ જશે. તેથી એકવાર ફરી ગાંધીને મરવા ન દો. અમારી પાર્ટી ગાંધીવાદી વિચારધારાને મરવા નહીં દે. મહેબૂબાએ દાવો કર્યો કે ભાજપને કાશ્મીરમાં કોઈ જગ્યા નહીં મળે. તેમણે દાવો કર્યો કે માત્ર ભાડાના એજન્ટ ત્યાં પાર્ટીનો ઝંડો ઉઠાવી રહ્યાં છે, જ્યારે જમ્મુમાં સાંપ્રદાયિક તાકાતો સામે મુકાબલો કરવા ઊભુ થવું જરૂરી છે. આ સાથે પૂર્વ મુખ્યમંત્રીએ દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂની ધર્મનિરપેક્ષતાને લઈને વિશ્વસનીયતા અને ભારતના વિકાસ અને સમૃદ્ધિના માર્ગે લઈ જવા માટે પ્રશંસા કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube