જમ્મુ-કાશ્મીરમાં સરકાર જે કરવા જઈ રહી છે, તેના પરિણામ ખુબ ખતરનાક આવશે: મહેબુબા મુફ્તી
જમ્મુ અને કાશ્મીરના હાલના હાલાતને લઈને પીડીપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રવિવારે એકવાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના હાલના હાલાતને લઈને પીડીપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રવિવારે એકવાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મહેબુબા મુફ્તીએ રાજ્યમાં આર્ટિકલ 35એ અને કલમ 370ના મુદ્દે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકાર જે કરવા જઈ રહી છે તેના પરિણામ સારા નહીં આવે. તેમણે કહ્યું કે પરિણામ એટલા ખતરનાક હશે કે આવનારા સમયમાં આ પ્રદેશ અને સમગ્ર દેશ માટે તે સારું નહીં થાય. તેમણે કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મીર પર પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરે. આખરે શું થઈ રહ્યું છે તે અમને કોઈ જણાવતું નથી.
ભારે તણાવ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જશે
મહેબુબા મુફ્તીએ કહ્યું કે અમે સરકારને એ સમજાવવાની પૂરી કોશિશ કરી છે કે જો આર્ટિકલ 35એ અને કલમ 370 સાથે છેડછાડ કરાઈ તો પરિણામ કેટલા ખતરનાક આવી શકે છે. અમે કેન્દ્ર સરકારને પણ આ અંગે અપીલ કરી પરંતુ સરકાર તરફથી હજુ કોઈ જવાબ મળ્યો નથી. સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે.
મહેબુબા મુફ્તીએ કહ્યું કે અમે લોકોએ આજે સાંજે સર્વપક્ષીય બેઠક માટે હોટલ બુક કરી હતી પરંતુ સરકાર અને પોલીસ તરફથી તેની પરવાનગી મળી નહીં. પોલીસ તરફથી તમામ હોટલોને એડવાઈઝરી બહાર પાડીને કહેવાયું છે કે હોટલમાં કોઈ પણ રાજકીય પક્ષની બેઠક ન થવા દેવામાં આવે. આથી સાંજે 6 વાગે મારા ઘરે સર્વપક્ષીય બેઠક આયોજિત કરવામાં આવી રહી છે.
જુઓ LIVE TV