ધરપકડની બીકે મેહુલ ચોક્સીએ બનાવ્યું બહાનું, `હું ભાગ્યો નથી, ઈલાજ કરાવવા આવ્યો છું`

મહુલ ચોક્સીએ મુંબઈ હાઈકોર્ટમાં એક સોગંધનામું દાખલ કર્યું છે, જેમાં તેણે પોતાની બિમારીની સંપૂર્ણ વિગતો જણાવી છે અને સાથે જ કહ્યું છે કે, હું દેશ છોડીને ભાગી નથી ગયો પરંતુ અહીં એન્ટીગુઆમાં ઈલાજ કરાવવા માટે આવ્યો છું, કોર્ટને તમામ પ્રકારનો સહકાર આપવા હું તૈયાર છું
નવી દિલ્હીઃ દેશની બેન્કોનું કરોડોનું દેવું ચુકવ્યા વગર દેશ છોડીને ભાગી ગયેલા મેહુલ ચોક્સીએ મુંબઈ હાઈકોર્ટમાં એક સોગંધનામું દાખલ કર્યું છે. જેમાં તેણે પોતાની બિમારીની સંપૂર્ણ વિગતો જણાવી છે અને સાથે જ કહ્યું છે કે, હું દેશ છોડીને ભાગી નથી ગયો પરંતુ અહીં એન્ટીગુઆમાં ઈલાજ કરાવવા માટે આવ્યો છું, કોર્ટને તમામ પ્રકારનો સહકાર આપવા હું તૈયાર છું.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....