Mahadev App Banned: કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આગ્રહ પર મહાદેવ સટ્ટાબાજી એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેક્નોલોજી મંત્રાલયે (એમઈઆઈટીવાઈ) મદાવેદ બુક અને રેડ્ડીઅન્નાપ્રિસ્ટોપ્રો સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સ અને વેબસાઇટ વિરુદ્ધ બ્લોકિંગનો આદેશ જાહેર કર્યો છે. આ કાર્યવાહી ગેરકાયદેસર સટ્ટાબાજી એપ સિન્ડિકેટ વિરુદ્ધ ઈડી તરફથી કરવામાં આવેલી તપાસ અને ત્યારબાદ છત્તીસગઢમાં મહાદેવ બુક પર દરોડા બાદ કરવામાં આવી છે. તેમાં એપના ગેરકાયદેસર સંચાલનનો ખુલાસો પણ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છત્તીસગઢ પોલીસ દળમાં એક કોન્સ્ટેબલના રૂપમાં કાર્યરત આરોપી ભીમ સિંહ યાદવ અને અસીમ દાસને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેની મની લોન્ડરિંગના ગુના માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.


છત્તીસગઢ સરકારે વેબસાઇટ/એપને બંધ કરવાનું કામ ન કર્યું
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રીએ જણાવ્યું, છત્તીસગઢ સરકારની પાસે આઈટી અધિનિયમની કલમ 69એ હેઠળ વેબસાઈટ/એપને બંધ કરવાની ભલામણ કરવાની શક્તિ હતી. પરંતુ તેમણે આમ ન કર્યું અને ન કોઈ વિનંતી ન કરી. 


આ પણ વાંચોઃ Election 2023: પાંચ રાજ્યોમાં કોની બનશે સરકાર? જુઓ શું કહે છે ઓપિનિયન પોલ


સરકાર છેલ્લા દોઢ વર્ષથી તેની તપાસ કરી રહી છે. હકીકતમાં ઈડીથી પ્રથમ અને એકમાત્ર વિનંતી પ્રાપ્ત થઈ છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. છત્તીસગઢ સરકારને આ પ્રકારની વિનંતી કરવાથી કોઈએ રોકી નહોતી.


એપ પ્રમોટર્સે સીએમને 508 કરોડના ચુકવણીની વાત કહી હતી
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ વિરુદ્ધ મહાદેવ સટ્ટા એપ મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી તપાસ કરી રહી છે. ઈડીએ એપ પ્રમોટર્સ તરફથી સીએમને 508 કરોડ રૂપિયાથી વધુની ચુકવણીની વાત કહી હતી. આ મામલા પર કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલી કેન્દ્રીય સુરક્ષા એજન્સી સીઆરપીએફ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube