Weather Update: સાવધાન! હવામાન વિભાગનું એલર્ટ, આજે કહેર વરસાવશે મેઘરાજા; ક્યારે વિદાય લેશે ચોમાસુ?
Weather News/ IMD Rainfall Alert: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન ખુબ પ્રભાવિત છે. હવામાન વિભાગે આ રાજ્યોમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
IMD Weather Forecast Today Rainfall Alert: ચોમાસુ જેમની પર જરૂરિયાત કરતા વધારે મહેરબાન થયું ત્યાં કહેર બનીને તૂટ્યું પડ્યું અને જેમનાથી રિસાયું છે ત્યાં 30-40 ટકા કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. યુપી, એમપી અને રાજસ્થાન સહિતના રાજ્યો ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ઓડિશામાં 10 લાખથી વધુ લોકો ભારે વરસાદ બાદ સર્જાયેલા પૂરથી પ્રભાવિત થયા છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાકમાં આસામ અને મેઘાલય સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આજે સામાન્યથી ભારે વરસાદનું આગાહી વ્યક્ત કરી છે. ત્યારે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 28 અને 29 ઓગસ્ટના સાઉથ ઇસ્ટ યુપી અને બિહારમાં 28 ઓગસ્ટના સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. આ રીતે વિદર્ભમાં પણ 28 ઓગસ્ટના ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ સહિત કેટલાક જિલ્લામાં વાતાવરણ સાફ રહેવાથી તાપ સાથે ગરમીમાં વધારો થયો છે. શ્રીનગરના હવામાન વિભાગ જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો:- Latest News Live Update: પીએમ મોદી બાદ અમિત શાહ ગુજરાતની મુલાકાતે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
પર્વતીય વિસ્તારમાં ચેતવણી
IMD ની આગાહી અનુસાર, હિમાચલ પ્રદેશમાં 28 ઓગસ્ટ અને ઉત્તરાખંડમાં 28 અને 29 ઓગસ્ટના ભારે વરસાદ થશે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 28 અને 29 ઓગસ્ટ અને આગામી બે દિવસ સુધી આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. તેલંગણામાં 28 ઓગસ્ટ અને તમિલનાડુમાં આગામી 3 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે.
દિલ્હીમાં રવિવારના છવાયા કાળા વાદળ
રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારની જેમ આજે રવિવારના પણ આકાશમાં કાળા વાદળ છવાયેલા રહેશે. આજે પણ વાદળની રમત વચ્ચે હવામાન ખુશનુમા રહેવાનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે તાપમાનની વાત કરીએ તો અહીંયાનું મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાન ક્રમશ: 35 તેમજ 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહશે.
આ પણ વાંચો:- માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થશે 32 માળનું ટાવર, તોડવા માટે વપરાયો આટલા કિલો વિસ્ફોટક
ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલે કરી આગાહી
આ વર્ષે ગુજરાતમાં મન મૂકીને વરસાદ પડ્યો છે. ગુજરાતના લગભગ તમામ ડેમ છલોછલ ભરાઈ ગયા છે. પરંતુ ગુજરાતમાંથી ચોમાસું હજી ગયુ નથી. ગુજરાતમાં વધુ એકવાર ચોમાસાનો રાઉન્ડ આવશે. હવામાન આગાહીકાર અંબાલાલ વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યમા હજુ વરસાદ ગયો નથી. રાજ્યના અનેક ભાગોમાં આજથી હવામાનમા પલટો આવી શકે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. 30 અને 31 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આંશકા છે. ઉત્ત ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાકમા વિસ્તારમા વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સપ્ટેમ્બરની શરૂઆત અને મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ તૂટી પડશે.
એમપીમાં જોવા મળશે વરસાદનો દોર
એમપી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશરના પ્રભાવથી આગામી બે દિવસ સુધી વરસાદનો દોર જોવા મળશે. મધ્ય પ્રદેશમાં 28 થી 31 ઓગસ્ટ વચ્ચે ભોપાલ- નર્મદાપુરમમાં ભારે વરસાદ અને ઇન્દોર- ઉજ્જૈન સહિતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:- રાશિફળ 28 ઓગસ્ટ: આ રાશિના જાતકો પર ગણેશજી મહેરબાન, મકર રાશિવાળાની માથે આવી શકે છે મુસીબત
ક્યારે વિદાય લેશે ચોમાસુ?
દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પાછું ખેંચાવાના તબક્કામાં પ્રવેશવાની શક્યતા છે. જે સમાન્ય તિથિથી લગભગ એક પખવાડિયા પહેલા હશે. હવામાન વિભાગ દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પાછું ખેંચાવાની સામાન્ય તારીખ 17 સપ્ટેમ્બર છે. જોકે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાસ્તવિક પાછું ખેંચાવવું સામાન્ય રીતે હવામાન પ્રણાલીની ગતિશીલ પ્રકૃતિને જોતાં સામાન્ય રીતે વહેલા અથવા પછી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube