Latest News Live Update: ફ્રી ટાઈમમાં મસ્તી માટે જાણીતા દુનિયાની સૌથી યુવા PM સના મરીન વિવાદોમાં ઘેરાયા
Latest News Live Update: સના મરિન ખુબ જ શાંત સ્વભાવના નેતા હોવાની સાથે ખુબ જ સુંદર છે. તેઓ તેમની તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.
Trending Photos
Latest News Live Update: સના મરીન દુનિયાની સૌથી યુવા મહિલા પ્રધાનમંત્રી છે. તેઓ ફિનલેન્ડમાં પાચ દળની ગઠબંધનવાળી સરકારના વડા છે. ખાસ વાત એ છે કે આ પાંચ પાર્ટીની પ્રમુખ મહિલાઓ છે. ફિનલેન્ડ પહેલો યુરોપીનય દેશ છે જ્યાં મહિલાઓને શરૂઆતથી પુરૂષોના સમાન મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે.
ફિનલેન્ડમાં લિંગ સમાનતાની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં સના મરીન સામે ઘણા પ્રકારના પડકારો જોવા મળી રહ્યા છે. હાલમાં તેમનો એક રડતો વીડિયો પણ વાયરલ થયો હતો. સના મરિન ખુબ જ શાંત સ્વભાવના નેતા હોવાની સાથે ખુબ જ સુંદર છે. તેઓ તેમની તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તેમના લાખો ફોલોવર્સ તેમના મોટા સમર્થક છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાહેર
Congress President Election: કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે. તે માટે 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે, 24 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે. 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે ગણતરી બાદ પરિણામ સામે આવશે. વર્કિંગ કમિટીની મહોર બાદ આ તારીખોની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે.
રશિયામાં પુતિન કરી રહ્યા છે પૈસાનો વરસાદ
રશિયાએ તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે, તે હાલ યુક્રેનમાંથી પોતાના પગ પાછા નહીં ખેંચે. યુક્રેનને હરાવવા માટે રશિયા તમામ પ્રકારના હથકંડા અપનાવી રહ્યું છે. આ કડીમાં હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક એવો કાયદો લઇને આવ્યા છે જેના અંતર્ગત યુક્રેનથી રશિયામાં આવતા લોકોને આર્થિક મદદ આપવામાં આવશે.
શનિવારના પુતિને આ સરકારી હુકમનામા પર સાઈન કરતા સંબંધિત વિભાગને યુક્રેન છોડી આવતા લોકોની મદદ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે આ નિયમને જલદી અને સારી રીતે ફોલો કરવામાં આવે, જેથી વધુથી વધુ લોકો તેનો લાભ લઈ શકે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
તમારા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી?
રોજે રોજ ધરમાં વપરાશમાં લેવાતું દૂધ અસલી છે કે નકલી તે જાણવા માટે ભાવનગરની જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના વિધ્યાર્થીઓએ એક સરળ રીત શોધી કાઢી છે. જે માટે આયોડીનના માધ્યમથી એક એવું સોલ્યુશન બનાવવામાં આવ્યું છે, જેનું એક જ ટીપું દૂધમાં મિકસ કરવાથી નકલી દૂધનો કલર બદલાય જાય છે, મિશ્રણ બાદ દૂધ વાદળી કે આછો ભૂરો કલર પકડે તો તે નકલી દૂધ હોવાની પૂરેપુરી સંભાવના છે. જ્યારે મિશ્રણ બાદ અસલી દૂધના રંગમાં કોઈ ફેરફાર થતો નથી.
બજારમાં મળતી લગભગ મોટાભાગની ખાદ્ય ચીજવસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ, મિલાવટ, અસલ-નકલ જોવા મળે છે. ફૂડ અને ડ્રગ ખાતા દ્વારા સમયાંતરે અને ખાસ કરીને તહેવારો દરમ્યાન બજારોમાંથી આવા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવતા હોય છે, અને નકલી ખાદ્ય પદાર્થોના કૌંભાંડો દિન પ્રતિદિન પ્રસિદ્ધ થઈ સામે આવતા હોય છે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થયું 32 માળનું ટ્વિન ટાવર
નોઈડાના સેક્ટર 93 A માં 32 માળના સુપરટેક ટ્વિન ટાવર આજે બપોર 2.30 વાગે તોડી પાડવામાં આવ્યું છે. સુપરટેક ટ્વિન ટાવર માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ઇમારતને તોડવા માટે 3700 કિલો વિસ્ફોટક અલગ-અલગ ફ્લોર પર લગાવવામાં આવ્યો હતો. એકા ત્યારે આ ટાવરના જમીનદોસ્ત થતા જ ધૂળની ડમરી ઉડવા લાગી હતી.
સેક્ટર 93 એમાં બનેલા 103 મીટર ઉંચા એપેક્સ અને 97 મીટર ઉંચા ટ્વિન ટાવરને ધ્વસ્ત કરવા માટે 3700 કિલો વિસ્ફોટક વાપરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, 32 માળની ઇમારત તૂટવામાં માત્ર 9 સેકન્ડનો સમય લાગ્યો. વિસ્ફોટ બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી.
વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો...
ગુજરાતની રાજનીતિનો ખાસ કિસ્સો
ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના નિધન પહેલાં અને પછી ગુજરાતમાં રાજકીય ગડમથલ થઈ હતી. આ પાછળ શું કારણો જવાબદાર હતાં, તેમના બાદ કોને કોને બનવું હતું મુખ્યમંત્રી અને આખરે કોને સોંપાઈ ગુજરાતની સત્તાની કમાન આવો જોઈએ તે આખો ઈતિહાસ રોમાંચક છે.
આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ચાલી રહી હતી. ચીમનભાઈ પટેલે હજી તો જનતા દળમાંથી કોંગ્રેસમાં વાપસી કરી જ હતી. પણ કોંગ્રેસનો એક મોટો વર્ગ ચીમનભાઈ પટેલના કારણે રાજી નહોતો. આ નેતાઓમાં એક હતા ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકી. માધવસિંહનું કદ રાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ મોટું હતું. માધવસિંહની એવી ઈચ્છા હતી કે ટિકિટ કોઈ મૂળ કોંગ્રેસી હોય એને જ મળે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
મોડલિંગ જ નહીં અનેક બાબતોમાં ઓલરાઉન્ડર છે ઈવ
એપલના સ્ટીવ જોબ્સની પુત્રી ઈવ જોબ્સ મોડલિંગ જગતનો જાણીતો ચહેરો છે..ઈવ જોબ્સ લાંબી સમયથી ચર્ચામાં છે. 4 વર્ષની ઈવ એક એડવેન્ચર લવર પણ છે જે સ્પોર્ટ્સ એક્ટિવિટીની પણ શોખીન છે. ઈવને ઘોડેસવારી પણ પસંદ છે. ઈવ ઘણીવાર ઘોડેસવારી સ્પર્ધાઓમાં ભાગ લેતી જોવા મળે છે. ઈવના મિત્રો અને ચાહકો પણ તેને ઓલરાઉન્ડર ઈવ કહીને બોલાવે છે.
ઈવ જોબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લાખો ફોલોઅર્સ છે, જેના માટે તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. ઈવ જોબ્સે ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે મોડલિંગ ડીલ સાઈન કરી છે. ઇવ તદ્દન આત્મનિર્ભર છે. ઘણી વખત તેની જાહેરાતો દુનિયામાં ધૂમ મચાવે છે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
પાટીદાર આંદોલનના નેતાઓ લડશે ચૂંટણી
આમ આદમી પાર્ટીના મુખિયા કેજરીવાલના સતત ગુજરાત આગમનથી ચૂંટણીનો માહોલ રસાકસીભર્યો જોવા મળી રહ્યો છે. સમય પહેલા જ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતમાં હાલ ત્રણ પાર્ટીઓનો રાજકીય થનગનાટ જોવા મળઈ રહ્યો છે. આવામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાની એક જાહેરાતથી માહોલ જામ્યો છે.
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરી કે, ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના 23 આગેવાનો ઉમેદવારી કરશે. સંખ્યા વધી પણ શકે છે. હવે જામશે માહોલ. પાટીદાર અનામત આંદોલનના નેતા દિનેશ બાંભણિયાએ આજે પાટીદાર નેતાઓ ચૂંટણી લડશે તેવી ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી છે. પરંતુ ક્યાંથી લડશે, કેવી રીતે લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
રોહિત શર્માએ આ પાકિસ્તાની ખેલાડીને કેમ કહ્યું કે હવે લગ્ન કરી લે ભાઈ?
એશિયા કપમાં આજે દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાટાંની ટક્કર જોવા મળશે. આજે દુબઈના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે T-20 મેચ યોજાવવાની છે. આ મેચ પહેલા ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમને સલાહ આપી છે. રોહિત શર્માએ બાબર આઝમને લગ્ન કરવાની સલાહ આપી. જેનો વીડિયો વાયરલ થયો છે.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સાંજે 7.30 વાગ્યે મેચ રમાવવાની છે. ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ હાલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા મેચમાં જીત મેળવવા માટે તડામાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રેક્ટિસ કરતા સમયે ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને પાકિસ્તાની ખેલાડી બાબર આઝમ રમોજી મૂડમાં જોવા મળ્યા. બન્ને ખેલાડીનો મજાક કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
ભાદરવી સ્નાન માટે ગયેલા યુવકો ડૂબ્યા
ભાવનગરના કોળિયાક ના દરિયામાં ડૂબી જતાં વધુ બે લોકોના મોત નિપજ્યા છે. શહેરના ઘોઘારોડ લીંબડીયું વિસ્તારના યુવાનો ભાદરવી સ્નાન માટે ગયા હતા. ભાવનગરથી ગયેલા 6 મિત્રો નિષ્કલંકના દરિયામાં નાહવા પડ્યા હતા. દરિયાના પાણીમાં ભારે કરંટના કારણે તમામ યુવાનો ડૂબવા લાગ્યા હતા.
ડૂબી રહેલા 6 પૈકી 3 યુવાનોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટનામાં એકની શોધખોળ ચાલુ છે. આમ આજે આધેડ અને યુવાન સહિત કુલ 3 લોકોના ડૂબી જતાં મોત નિપજ્યા છે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
બીજી પ્રેગ્નન્સી કન્ફર્મ થયા પછી ટેન્શનમાં કેમ હતી આ હીરોઈન?
ટીવી અભિનેત્રી દેબીના બેનર્જી બીજી વખત માતા બનવાની છે. માત્ર 4 મહિના પહેલા જ તેમને પહેલું સંતાન થયું હતું. ઘણા પ્રયત્નો પછી દેબીનાને પહેલું બાળક થયું. 5 વર્ષથી બેબી પ્લાનિંગ પ્રયાસ કરી રહ્યા હતા..પણ જુઓ આને નસીબ કહેવાય કે પહેલા બાળકના જન્મના 4 મહિના પછી દેબીના બીજી વખત પ્રેગનેન્ટ થઈ..
પ્રથમ વખતે 2 IVF અને ત્રણ IUIs સારવાર કરાવી.. જો કે તે નિષ્ફળ રહી હતી. પરંતુ આ વખતે દેબીના કુદરતી રીતે ગર્ભધારણ કરી ચૂકી છે, દેબીના બેનર્જીએ ખુલાસો કર્યો છે કે તેને બીજી પ્રેગ્નન્સી વિશે કેવી રીતે ખબર પડી અને આ સમય દરમિયાન તે કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
પ્રધાનમંત્રીએ ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ નિહાળ્યું
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. ભુજિયા ડુંગરના સાનિધ્યમાં બનેલા સ્મૃતિવનને ખુલ્લુ મૂક્યું છે. 470 એકર જમીનમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે. રૂપિયા 400 કરોડના ખર્ચે ભવ્ય સ્મૃતિવન તૈયાર થયું છે.
ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ સમય ફાળવીને અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમને નિહાળ્યું હતું. 10 વર્ષની લાંબી જહેમત બાદ સ્મૃતિવનનો પ્રોજેક્ટ ખાસ રીતે તૈયાર કરાયો છે. જે વર્ષ 2001માં વિનાશકારી ભૂકંપની યાદમાં બનાવાયો છે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
દેશમાં વહી રહી છે અમૃત મહોત્સવની અમૃત ધારા: PM મોદી
પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી 'મન કી બાત'ના 92 માં એપિસોડમાં ઘણા વિષયો પર દેશની જનતા સાથે સીધો સંવાદ કરે છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ અમૃત મહોત્સવ, અમૃત સરોવર અભિયાન, ડિજિટલ ઇન્ડિયા અને ગ્રામીણ ભારતની સફળતા ઉલ્લેખ કરતા દેશની જનતાને આગામી મહિનાથી શરૂ થતા પોષણ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી છે.
આ સાથે જ તેમણે દેશમાં આગામી તહેવારોનો ઉલ્લેખ કરતા તેમાં છૂપાયેલી પ્રેરણામાંથી પાઠ લેવાનો સંદેશ આપતા 'મન કી બાત'નો આ એપિસોડ પૂરો કર્યો હતો.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
હવામાન વિભાગ આપી ભારે વરસાદની ચેતવણી
ચોમાસુ જેમની પર જરૂરિયાત કરતા વધારે મહેરબાન થયું ત્યાં કહેર બનીને તૂટ્યું પડ્યું અને જેમનાથી રિસાયું છે ત્યાં 30-40 ટકા કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. યુપી, એમપી અને રાજસ્થાન સહિતના રાજ્યો ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ઓડિશામાં 10 લાખથી વધુ લોકો ભારે વરસાદ બાદ સર્જાયેલા પૂરથી પ્રભાવિત થયા છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાકમાં આસામ અને મેઘાલય સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આજે સામાન્યથી ભારે વરસાદનું આગાહી વ્યક્ત કરી છે. ત્યારે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 28 અને 29 ઓગસ્ટના સાઉથ ઇસ્ટ યુપી અને બિહારમાં 28 ઓગસ્ટના સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. આ રીતે વિદર્ભમાં પણ 28 ઓગસ્ટના ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ સહિત કેટલાક જિલ્લામાં વાતાવરણ સાફ રહેવાથી તાપ સાથે ગરમીમાં વધારો થયો છે. શ્રીનગરના હવામાન વિભાગ જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
કચ્છમાં પીએમ મોદીનો રોડ શો, કચ્છી માડુઓમા ઉત્સાહ જોવા મળ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે કચ્છના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 કિલોમીટરના ભવ્ય રોડ શો પર નીકળ્યા છે. લોકોનું અભિવાદન ઝીલીને તેઓ સતત આગળ વધી રહ્યાં છે. એરપોર્ટ રોડથી ભુજીયાની તળેટી સુધી અતિ સુંદર શણગાર સજાવાયા છે. વચ્ચેથી લોકોનું અભિવાદન ઝીલીને પીએમ મોદી આગળ પસાર થઈ રહ્યાં છે.
મીરજાપર હાઇવેથી જીકે જનરલ હોસ્પિટલ સુધી પોણા ત્રણ કિલોમીટર જેટલો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં જુદા જુદા પ્રકારના 14 જેટલા ક્લસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લસ્ટરમાં લોકો કાર્નિવલ જેવી અનુભૂતિ કરાવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક મેળવવા માટે લોકો સવારથી જ જુદા જુદા પરિધાનમાં તૈયાર થઈને આવી ચૂક્યા છે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
ઈકો કારે કાબૂ ગુમાવતા પાવાગઢ જતા 3 મુસાફરોના મોત
ચોમાસાની મોસમ હોવાથી પાવાગઢ જતા યાત્રિકો વધી ગયા છે. ત્યારે હાલોલના પાવાગઢ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. ઈકો કારે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત નિપજ્યાં છે. તથા ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પાવાગઢ દર્શને જતા યાત્રિકોને હાલોલ પાસે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ઈકો કાર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. વહેલી સવારે દર્શનાર્થીઓ ભરૂચથી પાવાગઢ દર્શન કરવા જતાં હતાં. ઈકો કારમાં 6 મુસાફરો સવાર હતા. મળસ્કે અંધારામાં ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
માત્ર 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદો આ Top 5G Smartphones
દેશમાં 5G કનેક્ટિવિટી માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દેશમાં 12 ઓક્ટોબરના 5G સેવા શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં, આ સેવાનો લાભ લેવા માટે તમારે 5G કનેક્ટિવિટી સાથેના સ્માર્ટફોનની જરૂર પડશે. છેલ્લા બે વર્ષમાં, સ્માર્ટફોન માર્કેટમાં 5G કનેક્ટિવિટીવાળા ઘણા ફોન લૉન્ચ કરવામાં આવ્યા છે.
અને હવે પણ શાનદાર સ્પેસિફિકેશનવાળા ઘણા ફોન લૉન્ચ થઈ રહ્યા છે. જો તમે પણ 20,000 રૂપિયાથી ઓછી કિંમતના 5G ફોનની કિંમત શોધી રહ્યા છો તો આ રિપોર્ટ તમારા માટે છે. આ રિપોર્ટમાં અમે તમને 20,000 રૂપિયાથી ઓછામાં સારા સ્પેસિફિકેશનવાળા 5G ફોન વિશે જણાવીશું.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
પીએમ મોદી બાદ અમિત શાહ ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાત આવ્યા છે. અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સીટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. અમિત શાહ NFSU ના વર્ષ 2019-21 અને 2020-22 ના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરશે.
કુલ 65 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. 10 વિદ્યાર્થીઓને Phd ડિગ્રી અને એક વિદ્યાર્થીને DSC એનાયત કરવામાં આવશે. 1098 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી એનાયત કરવામાં આવશે. કોન્વોકેશનમાં વિદેશી પ્રતિનિધિ પણ ભાગ લેશે.
કચ્છને પીએમ મોદી આપશે વિકાસકાર્યોની ભેટ
આજે પ્રધાનમંત્રી મોદી કચ્છને 3 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. થોડીવારમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાંથી ભુજ જવા માટે રવાના થશે. ભુજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 3 કિલોમીટ લાંબો રોડ શો યોજાશે. તે બાદ ભૂકંપ પીડિતોની યાદમાં બનેલા કચ્છના સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.
સાથે જ કચ્છ જિલ્લાના પાણીદાર બનાવનાર ભૂકંપપ્રુફ કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું પણ લોકાર્પણ કરશે. તો ગુજરાતના પ્રથમ કચ્છની સરહદ ડેરીના સોલાર પ્લાન્ટનું પીએમ લોકાર્પણ કરશે જ્યારે અંજારના વીર બાળક સ્મારકનું લોકાર્પણ પણ કરશે..1745 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 357 કિલોમીટર લાંબી ભુજ બ્રાંચ કેનાલ હાઈટેક અને ભૂકંપપ્રૂફ છે..આ કેનાલથી કચ્છના 948 ગામ અને 10 જેટલા નગરોને પીવાનું પાણી મળી રહેશે. કચ્છના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધારે વિસ્તારને સિંચાઈની સુવિધાનો લાભ મળશે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થશે 32 માળનું ટાવર
નોઈડાના સેક્ટર 93 A માં ભ્રષ્ટાચારના પાયા પર બનેલા 32 માળના સુપરટેક ટ્વિન ટાવર આજે (રવિવાર) બપોર 2.30 વાગે તોડી પાડવામાં આવશે. સુપરટેક ટ્વિન ટાવરને તોડી પાડવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ઇમારતને તોડી પાડ્યા બાદ આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્યને લઇને કેટલાક મૂલ્યાંકન કરવામાં આવ્યા છે. ઇમારતને તોડી પાડ્યા બાદ ધૂળની ડમરી ઉડશે. જે જોતા તંત્ર તરફથી જરૂરી પગલા ઉઠાવવામાં આવ્યા છે.
આસપાસના વિસ્તારમાં ઉડશે ધૂળની ડમરી
તમને જણાવી દઈએ કે, 32 માળની ઇમારત તૂટવામાં માત્ર 9 સેકન્ડનો સમય લાગશે. આ ઇમારતને તોડવા માટે 3700 કિલો વિસ્ફોટક અલગ-અલગ ફ્લોર પર લગાવવામાં આવ્યો છે. વિસ્ફોટ થયા બાદ 9 સેકન્ડમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગશે. આ ધૂળની ડમરીઓ 3 કિલોમીટરની ત્રિજ્યાની અંદર ફેલાઈ જશે. ત્યારબાદ ધીમે ધીમે ધૂળ નીચે તરફ આવશે, પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આકાશમાં છવાયેલી ધૂળને સાફ થવામાં ઓછામાં ઓછા 3 કલાકનો સમય લાગશે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
પાકિસ્તાનનો આ 'કોહલી' એશિયા કપમાં બોલાવશે ભુક્કા
એશિયા કપની શરૂઆત થઈ ચૂકી છે.આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર બધાની નજર રહેશે. જે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. બાબર આઝમ જો એશિયા કપમાં 120 રન બનાવી લેશે તો ટી-20 ક્રિકેટમાં તે પોતાના 8000 રન પૂરા કરી લેશે. પાકિસ્તાનને ભારત અને હોંગકોંગ સામે પોતાની પહેલી બે મેચ રમવાની છે.
શોએબ મલિક પાકિસ્તાનનો સફળ બેટ્સમેન
બાબર આઝમના નામે 219 ટી-20 મેચમાં 45.28ની એવરેજ અને 128.08ના સ્ટ્રાઈક રેટથી 7880 રન છે. ટી-20 ક્રિકેટમાં બાબરના બેટમાંથી 6 સદી અને 67 અર્ધસદી નીકળી છે. પાકિસ્તાની બેટ્સમેનોમાં શોએબ મલિક ટી-20 ક્રિકેટમાં 8000 રન કે તેનાથી વધારે રન બનાવી શક્યો છે. 40 વર્ષના શોએબ મલિકે 472 મેચમાં 36.55ની એવરેજથી 11,698 રન બનાવ્યા છે. જેમાં 71 અર્ધસદીનો સમાવેશ થાય છે. એવામાં બાબર ટી-20 ક્રિકેટમાં 8000 રન પૂરા કરનારો બીજો પાકિસ્તાની ક્રિકેટર બની જશે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
ગુજરાતનો હેંગિંગ બ્રિજ, ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો સૌથી મહત્વનો પાદરા પાસેના મહીસાગર નદી પર મુજપુર બ્રિજ અત્યંત બિસ્માર હાલતમાં છે. ખખડધજ બ્રિજ પર અનેક મોટી ક્ષતિઓ દેખાઈ રહી છે. ત્યારે પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે બ્રિજને તાત્કાલિક નવો બનાવવાની તેમજ ભારદાર વાહનો બંધ કરવાની માંગ કરી છે.
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો મુજપુર બ્રિજ અત્યંત મહત્વનો છે. મહુવડથી બોરસદ હાઇવે પર આવેલ મુજપુર બ્રિજ ગુજરાતના બે ભાગોને જોડે છે. આ બ્રિજનું નિર્માણ 1985 માં કરવામાં આવ્યુ હતું. આ પુલ દોઢ કિલોમીટરનો છે. હાલ તે અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે