હવામાન વિભાગની વરસાદ અને હિમવર્ષાની આગાહી, આ રાજ્યોમાં બરફ પડશે
ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે હિમવર્ષાની આગાહી કરી છે. આ સાથે કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્લી અને એનસીઆરમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે. જેનું કારણ છે પહાડો પર થઈ રહેલી સતત હિમવર્ષા. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષાના કારણે આ વિસ્તારો બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે. ક્રિસમસ અને નવા વર્ષ રહેલાં આ બરફવર્ષા પ્રવાસીઓને પહાડો તરફ આકર્ષિત કરી રહી છે ત્યારે પહાડો પર કેવો છે માહોલ?... જોઈશું આ અહેવાલમાં...
ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પહેલાં જ પહાડો પર ફરી એકવાર બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. પહાડો પર થઈ રહેલી સતત હિમવર્ષાના કારણે સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. જ્યાં નજર જાય ત્યાં સુધી બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. જોકે તેના કારણે સ્થાનિકો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે.
પહાડી રાજ્યોમાં Ice Age!
પહાડો પર હિમવર્ષાનું જોર
મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી
હવે મેદાની રાજ્યોમાં વધશે શીતલહેર
બરફવર્ષાએ જોર પકડ્યું, લોકો ઠૂંઠવાયા
હવામાન વિભાગની વરસાદ-હિમવર્ષાની આગાહી
ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં શિમલા અને મનાલી પહોંચી રહ્યા છે. આ સમયે આકાશમાંથી બરફ વરસવાનું શરૂ થતાં સહેલાણીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી.
પ્રવાસીઓનો ભારે ધસારો થતાં હિમાચલ પ્રદેશમાં અનેક રસ્તાઓ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો. આ દરમિયાન ભારે હિમવર્ષા થતાં 1000થી વધારે ગાડીઓ અટલ ટનલમાં ફસાઈ ગઈ. જોકે પોલીસ કર્મચારીઓએ ધીમે-ધીમે ટ્રાફિકને ક્લિયર કરીને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાથી મેદાની પ્રદેશના લોકોની હાલત કફોડી બની ગઈ છે. જેમાં દેશની રાજધાની નવી દિલ્લીમાં પણ લઘુત્તમ તાપમાન નીચે જતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા.
જોકે મેદાની પ્રદેશના લોકોની હાલત હજુ વધુ ખરાબ થવાની છે. કેમ કે હવામાન વિભાગે હિમાલયન વિસ્તાર અને પહાડી રાજ્યોમાં વરસાદની સાથે સાથે ભારે હિમવર્ષાની આગાહી કરી છે જેના કારણે લોકોએ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.