નવી દિલ્હીઃ એક અત્યંત આઘાતજનક ઘટનામાં જે કોમેડિયન #Me Too અભિયાનની તરફેણ કરતી આવી છે અને સોશિયલ મીડિયા પર જાતીય અત્યાચારીઓની ઝાટકણી કાઢતી આવી છે તેવી અદિતી મિત્તલ પર જ તેની સાથી કોમેડિયન કનિઝ સુરકાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટર પર એક લાંબી પોસ્ટમાં કનિઝે આરોપ લગાવ્યો છે કે બે વર્ષ પહેલાં એક કોમેડી શો દરમિયાન દર્શકોની સામે તેણે મને બળજબરીપૂર્વક ચુંબન કર્યું હતું. 


કનિઝે ટ્વીટર પર લખ્યું છે કે, "100 જેટલા દર્શકો અને અન્ય કોમેડિયનની હાજરીમાં અદિતી ચાલીને સ્ટેજ પર આવી હતી અને બળજબરીપૂર્વક તેણે મારા મોઢા પર ચુંબન કર્યું હતું અને તેની જીભને મારા મોઢાની અંદર નાખી દીધી હતી. હું સ્ટેજ પર ઊભી હતી અને તેણે મારી મંજુરી વગર આ ક્રિયા કરી હતી."


કનિઝે ટ્વીટર પર મુકેલી પોસ્ટ અહીં નીચે વાંચો. 


#Me too આલોકનાથે મારી સામે ઉતારી નાખ્યા હતા કપડાં


કનિઝે પોસ્ટમાં લખ્યું છે કે, "ટ્વીટર પર મી ટૂ અભિયાનની ચેમ્પિયન તરીકે તેનું નામ દરેક જગ્યાએ વાંચ્યાં બાદ મને ઘણું જ દુઃખ થયું હતું. ગઈકાલે અમારા કોમન મિત્ર દ્વારા મેં તેની સાથે ફરીથી વાત કરી હતી અને જાહેરમાં માફી માગીને મને આઘાતમાંથી બહાર આવવા મદદ કરવા જણાવ્યું હતું. તેણે આ બાબતે પહેલાં પણ સ્વિકાર્યું હોવા છતાં હવે એ બાબતથી ફરી ગઈને કહ્યું કે, તેણે મારા મોઢા પર કોઈ કિસ કરી જ નથી. મારા પર ગુસ્સે થઈને આ અંગે ક્રોસ ચેક કરવા જણાવ્યું હતું."


સુરકાએ સાથે જ એક નોંધ પણ લખી છે કે, તેની આ પોસ્ટ પુરુષોને તેમનાં એજન્ડા પુરા કરવા માટેની કોઈ તક નથી. "આ વળતર માટે પોસ્ટ કરી નથી, પરંતુ સ્વમાનની લાગણી દુભાવા અંગે પોસ્ટ કરી છે."