નવી દિલ્હી: મેટ્રો મેન ઈ શ્રીધરન કેરળ (Kerala) માં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સીએમ પદના ઉમેદવાર હશે. કેરળ ભાજપ અધ્યક્ષ કે.સુરેન્દ્રને ગુરુવારે આ જાહેરાત કરી. તેમણે હાલમાં જ BJP જોઈન કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'પાર્ટી માટે સારી છબી'
ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં ઈ.શ્રીધરને પહેલા જ કહ્યું હતું કે જો તેઓ કેરળના મુખ્યમંત્રી બનશે તો તેમની પાસે રાજ્ય માટે વિકાસ યોજનાને લાગુ કરવાની શ્રેષ્ઠ તક રહેશે. તેમણે કહ્યું કે, હું કેરળનો મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છું. હું એમ નથી કહેતો કે મુખ્યમંત્રી બનવા માટે રાજકારણમાં આવ્યો છું, પરંતુ જો મને સીએમ ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે તો તે નિશ્ચિતપણે પાર્ટીની એક સારી છબી રજુ કરશે અને મારા માટે અનેક વિકાસ યોજનાઓને લાગુ કરવી સરળ રહેશે. 


કોણ છે ઈ શ્રીધરન?
ઈ શ્રીધરન મેટ્રો મેનના નામથી મશહૂર છે અને તેઓ કોલકાતા મેટ્રોથી લઈને દિલ્હી મેટ્રો સુધી મહત્વના યોગદાન માટે જાણીતા છે. શ્રીધરનને વિકાસ કાર્યોમાં તેમના યોગદાન માટે વર્ષ 2001માં પદ્મશ્રી અને 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફ્રાન્સ સરકારે વર્ષ 2005માં તેમને 'Chavalier de la Legion d’honneur' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટાઈમ મેગેઝીને ઈ શ્રીધરનને 'એશિયાના હીરો' ટાઈટલ આપ્યું હતું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube