અનલૉક-3મા ખુલી શકે છે સિનેમા હોલ, મેટ્રો-શાળા-કોલેજ પર પ્રતિબંધ યથાવત
અનલૉક-3મા સિનેમા હોલની સાથે જીમ પણ ખોલવામાં આવી શકે છે. સૂત્રો પ્રમાણે હજુ શાળા અને મેટ્રોને ખોલવા પર વિચાર કરવામાં આવ્યો નથી. તો રાજ્યો માટે પણ અનલૉક-3મા વધુ ઢીલ આપવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ અનલૉક-3 માટે એસઓપી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મહત્વનું છે કે 31 જુલાઈએ અનલૉક 2વ પૂરુ થઈ રહ્યું છે. સૂત્રો પ્રમાણે અનલૉક-3મા સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે સિનેમા હોલ ખોલવામાં આવી શકે છે. સૂચના પ્રસારણ મંત્રાલયે આ સંબંધમાં ગૃહ મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં એક ઓગસ્ટથી સિનેમા હોલ ખોલવાની વાત કરવામાં આવી છે.
આ પહેલાં સૂચના પ્રસારણ મંત્રાલય અને સિનેમા હોલ માલિકો વચ્ચે ઘણા રાઉન્ડની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ સિનેમા હોલ માલિક 50 ટકા દર્શકોની સાથે થિએટર શરૂ કરવા તૈયાર થયા હતા. પરંતુ મંત્રાલય ઈચ્છે છે કે શરૂઆતમાં 25 ટકા સીટોની સાથે સિનેમા હોલ ખોલવામાં આવે અને ત્યાં નિયમોનું કડક પાલન થાય.
એટલું જ નહીં અનલૉક-3મા સિનેમા હોલની સાથે જીમ પણ ખોલવામાં આવી શકે છે. સૂત્રો પ્રમાણે હજુ શાળા અને મેટ્રો ખોલવા પર વિચાર કરવામાં આવ્યો નથી. તો રાજ્યો માટે પણ અનલૉક-3મા વધુ છૂટ આપવામાં આવી શકે છે.
મન કી બાત: સ્વતંત્રતા દિવસ પર ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લો-PM મોદી
માર્ચ મહિનામાં લાગ્યું હતું લૉકડાઉન
કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં દેશભરમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. જે મે મહિના સુધી ચાલ્યું હતું. જૂન મહિનામાં અનલોક એક હેઠળ કોરોના સંકટને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી. જેમાં આર્થિક પ્રતિબંધોને ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ એક જુલાઈથી અનલૉક-2 શરૂ થયું હતું જે 31 જુલાઈએ સમાપ્ત થવાનું છે.
આ પહેલા અનલૉક-3ને લઈને ચર્ચા ચાલી રહી છે. આ પહેલા માનવામાં આવી રહ્યું હતું કે આ વખતે શાળા-કોલેજ ખોલવા પર વિચાર કરવામાં આવી શકે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં જે રીતે દેશમાં કોરોનાના કેસ વધ્યા છે, તેને લઈને સરકાર પણ ચિંતામાં છે. તેથી હાલ શાળા-કોલેજ પર પ્રતિબંધ યથાવત રહી શકે છે.
દેશમાં ઝડપથી વધી રહ્યાં છે કોરોના કેસ
મહત્વનું છે કે દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ આશરે 50 હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે. રવિવારના આંકડા પ્રમાણે કોરોનાના કુલ કેસ 13 લાખ 85 હજાર 522 થઈ ગયા છે. પરંતુ દેશમાં અત્યાર સુધી 8,85,577 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. જ્યારે 4,67,882 લોકોની સારવાર ચાલી રહી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube