નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભામાં મંગળવારે જમ્મૂ કાશ્મીર મુદ્દે હંગામો થયો હતો. જોકે સદનમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)થી પૂછપરછ હતી કે રાજ્યના નેતા કેટલા દિવસ રાખવામાં આવશે? તેનો જવાબ આપતાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું કે કલમ 370 દૂર કર્યા બાદ કાશ્મીરમાં પોલીસ ગોળીથી એક પણ મોત ન થવી કોંગ્રેસે અસામાન્ય લાગે છે. જમ્મૂ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી શાંતિ યોજાઇ, બાળકો પરીક્ષા આપી રહેલા તે સામાન્ય સ્થિતિ નથી. 99.5 ટકા બાળકોએ પરીક્ષા આપી. કોંગ્રેસ ફક્ત રાજકીય ગતિવિધિઓને જ સામાન્ય સ્થિતિ માને છે.?


તેના પર અધીર રંજન ચૌધરીએ કહ્યું 'જમ્મૂ-કશ્મીરમાં રામ રાજ આવી ચૂક્યા છે, તમારા જવાબથી એવું લાગે છે. ટ્રેકર કહે છે કે લાખો કરોડોનું નુકસાન થઇ ગયું, દેશના સાંસદોને જવાની પરવાનગી નથી. રાહુલ ગાંધીને જવાની પરવાનગી નથી. આ કઇ નોર્મલસી છે? ઘણા બધા નેતા હજુપણ કેદમાં છે. તેમને ક્યારે છોડવામાં આવશે?


અમિત શાહે અધીર રંજનના પ્રશ્ન પર કહ્યું 'જમ્મૂ-કાશ્મીર તો નોર્મલ છે. પરંતુ અમે કોંગ્રેસની સ્થિતિ નોર્મલ ન કરી શકે. 7 લાખથી વધુ ઓપીડી પેશન્ટ આવે. પોલીસ ફાયરિંગથી મોત થયું નથી. ટ્રાફિક સામાન્ય છે, નોર્મલ નથી, પોલિટિકલ એક્ટિવિટી ક્યારે શરૂ થશે એ જ તેમની નોર્મલ્સીની પરિભાષા છે. તમામ પંચાયતોની ચૂંટણી થઇ છે. વર્ષો સુધી તેના શાસનમાં ન થયું. શેખ અબ્દુલાને 11 વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા. વહિવટીતંત્રને ફોન કરી ઇન્ટરફેર કરવાનો પ્રયત્ન કરતા આવ્યા છો તમે. અમારી પ્રથા નથી, જ્યારે વહિવટીતંત્રને લાગશે તો જે લોકો જેલમાં બંધ છે તેમને પણ છોડી દેવામાં આવશે.


સ્ટોન પ્લેટિંગ 2019માં 544 ઘટનાઓ સામે આવી છે, 11મા ધોરણની પરીક્ષામાં 90 ટકાથી વધુ લોકોએ પરીક્ષા આપી છે. 20 લાખથી વધુ પોસ્ટપેડ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. જમ્મૂ કાશ્મીરમાં હજુ પણ પડોશી દેશ માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સરકાર સુરક્ષાના તમામ પગલાં ભરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube