લોકસભા ચૂંટણી 2019: મતગણતરી વખતે હિંસા ભડકી ઉઠે તેવી આશંકા, તમામ રાજ્યો અલર્ટ મોડ પર
લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરીના એક દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલર્ટ કર્યા છે. મંત્રાલયનું કહેવું છે કે કેટલાક પક્ષો દ્વારા હિંસા ભડકાવવાના આહ્વાનને જોતા આ પગલું લેવામાં આવ્યું છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે મતગણતરીના એક દિવસ અગાઉ જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અલર્ટ કર્યા છે. મંત્રાલયનું કહેવું છે કે કેટલાક પક્ષો દ્વારા હિંસા ભડકાવવાના આહ્વાનને જોતા આ પગલું લેવામાં આવ્યું છે.
જો NDAને બહુમત ન મળે તો આ 3 'સાથી' મોદીને ફરી PM બનવામાં કરી શકે છે મદદ
મંત્રાલયે એક નિવેદનમાં એમ પણ કહ્યું છે કે તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ જાળવવાનું કહ્યું છે. નિવેદનમાં કહેવાયું છે કે ગૃહ મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવો અને ડીજીપીને આવતી કાલની મતગણતરી મામલે દેશના અલગ અલગ ભાગોમાં હિંસા ભડકવાની આશંકાને ધ્યાનમાં રાખીને અલર્ટ જારી કરી છે. મંત્રાલયે કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે સાથે એમ પણ કહેવાયું છે કે તેઓ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરીના સ્થળોની સુરક્ષા માટે પુરતા પગલા લે.
બક્સરના અપક્ષ ઉમેદવારે પ્રેસ કોન્ફરન્સમાં જ બંદૂક ઉઠાવી લીધી, કહ્યું-'અમે ગોળી ચલાવવા તૈયાર'
તેમાં કહેવાયું છે કે વિભિન્ન પક્ષો તરફથી મતગણતરીવાળા દિવસે હિંસા ભડકાવવા અને વિધ્ન પેદા કરવા માટે કરાયેલા આહ્વાન અને અપાયેલા નિવેદનો મુદ્દે આ અલર્ટ જાહેર કરાઈ છે.
જુઓ LIVE TV