બક્સરના અપક્ષ ઉમેદવારે પ્રેસ કોન્ફરન્સમાં જ બંદૂક ઉઠાવી લીધી, કહ્યું-'અમે ગોળી ચલાવવા તૈયાર'

બિહારના કૈમૂરમાં પૂર્વ આરજેડી ધારાસબ્ય રામચંદ્ર યાદવ પણ ઉપેન્દ્ર કુશવાહાનું સમર્થન કરતા નજરે ચડ્યાં. પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાની સામે જ હથિયાર ઉઠાવી લીધુ. રામચંદ્રે કહ્યું કે લોકશાહી બચાવવા માટે અમે ગોળી ચલાવવા માટે પણ તૈયાર છીએ. મહાગઠબંધનના નેતા આદેશ આપે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 

 બક્સરના અપક્ષ ઉમેદવારે પ્રેસ કોન્ફરન્સમાં જ બંદૂક ઉઠાવી લીધી, કહ્યું-'અમે ગોળી ચલાવવા તૈયાર'

કૈમૂર: બિહારના કૈમૂરમાં પૂર્વ આરજેડી ધારાસબ્ય રામચંદ્ર યાદવ પણ ઉપેન્દ્ર કુશવાહાનું સમર્થન કરતા નજરે ચડ્યાં. પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાની સામે જ હથિયાર ઉઠાવી લીધુ. રામચંદ્રે કહ્યું કે લોકશાહી બચાવવા માટે અમે ગોળી ચલાવવા માટે પણ તૈયાર છીએ. મહાગઠબંધનના નેતા આદેશ આપે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 

આ બાજુ કૈમૂરના એસપીનું કહેવું છે કે આ મામલે રામચંદ્ર યાદવની ધરપકડ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે કૈમૂર એક નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. રામચંદ્ર અગાઉ પણ મહાગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડી ચૂક્યા છે. આવામાં મોટો સવાલ એ છે કે જો નેતા જ હથિયાર ઉઠાવી લે તો અપરાધીઓને કેવી રીતે રોકવા. આ સાથે જ નેતાઓના ફોલોઅર્સ પણ હોય છે અને તેઓ આવી હરકતોથી પ્રભાવિત થઈ શકે છે. 

ભાજપના પ્રવક્તા સંજય ટાઈગરનું કહેવું છે કે સંભવિત હારને લઈને આ હતાશા અને નિરાશા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ હરકત સંપૂર્ણ રીતે બેજવાબદારીવાળી  હરકત છે અને લોકતંત્રમાં જનાદેશનો આદર થવો જોઈએ. જો કોઈ હિંસાનો આશરો લેશે તો સરકાર કડકાઈથી કાર્યવાહી કરશે. બિહારની જનતા અને એનડીએ ડરશે નહીં. 

જુઓ LIVE TV

જેડીયુ નેતા અજય આલોકનું કહેવું છે કે આદર્શ આચારસંહિતા લાગુ છે અને ચૂંટણી પંચે જે આદેશ આપે તે થશે. આ સાથે જ તેમણે કહ્યું કે આવી સસ્તી લોકપ્રિયતા મેળવવાની આ રીત છે. આ સાથે જ ઉપેન્દ્ર કુશવાહા ઉપર પણ તેમણે કહ્યું કે ઉપેન્દ્ર કુશવાહાને લોકો ફોલો કરે છે એવું નથી. ચૂંટણી પંચ આ મામલો જરૂર ગંભીરતાથી લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news