નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં 100 દિવસ દરમિયાન ગૃહ મંત્રાલયે પોતાની સિદ્ધિઓની યાદીમાં આર્ટિકલ 370 હેઠળ જમ્મુ કાશ્મીરનાં વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવો, અસમમાં એનઆરસી પ્રકાશન અને 4 મોસ્ટ વોન્ટેડ હેવાનોને આતંકવાદી જાહેર કરવાનો સમાવેશ થાય છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા પુસ્તિકમાં મંત્લાયકે NIA એક્ટમાં સંશોધન દ્વારા તપાસ એજન્સીના અધિકાર ક્ષેત્રનો વિસ્તાર અને તેની શક્તિઓમાં વધારાને પણ મુખ્ય સિદ્ધિઓ ગણાવી છે. એક્ટમાં સંશોધન બાદ NIAને હવે વિદેશમાં પણ ભારતીય નાગરિકો સાથે જોડાયેલા આતંકવાદી કિસ્સાઓની તપાસનો અધિકાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિક્રમ લેન્ડરને શોધવામાં ઇસરો સાથે નાસા પણ જોડાયું, આશાઓ વધી
પુસ્તિકમાં ગૃહમંત્રી અમિત શાહે લખ્યું છે કે, મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને ગરીબોના કલ્યાણનો પર્યાય છે. તેમણે લખ્યું કે, આ (મોદી સરકાર) સમાજનાં દરેક તબક્કા માટે આશાનું પ્રતીક છે. મોદી 2.0નાં 100 દિવસમાં જ વડાપ્રધાન મોદીએ અનેક એવૈ ઐતિહાસિક નિર્ણયો લીધા છે, જેનો દરેક ભારતીય છેલ્લા 70 વર્ષથી ઇંતજાર કરી રહ્યા હતા.


દંડના તમામ રેકોર્ડ ધ્વસ્ત: ડ્રાઇવરને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામા આવ્યો
સંવિધાનના આર્ટિકલ 370 (3)નાં સંસદની ભલામણ બાદ પ્રેસિડેન્ટ ઓર્ડર દ્વારા જમ્મુ કાશ્મીરને મળેલા વિશે, દરજ્જાને ખતમ કરવામાં આવ્યો. પુસ્તિકા અનુસાર આ પ્રક્રિમાં સંવિધાનનાં તમામ પ્રાવધાનોનું પાલન કરવામાં આવ્યું. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન વિધેયક 2019 એ કાયદાનું સ્વરૂપ ધારણ કર્યું, જેના હેઠળ 31 ઓક્ટોબર, 2019નાં બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક 2019ના બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અસ્તિત્વમાં આવશે. પુસ્તિકામાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


PM મોદી ઇસરો ગયા તે માટે ચંદ્રયાન-2 પ્રોજેક્ટ નિષ્ફળ ગયો: કુમારસ્વામી
WhatsApp, Facebook અને twitter માટે ફરજીયાત થશે આધાર? સુપ્રીમમાં સુનાવણી
ગૃહ મંત્રાલયની સિદ્ધિઓ અંગે જણાવતી પુસ્તિકામાં આર્ટિકલ 35 એ હેઠળ જમ્મુ કાશ્મીરનાં લોકોને સંપત્તિ સંદર્ભે મળેલા વિશેષાધિકારને ખતમ કરવા, આ વર્ષે અમરનાથ યાત્રીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો હોવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


મંદી વચ્ચે મોદી સરકાર માટે ખુશખબરી, ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વધારો
મોદી 2.0 નાં પહેલા 100 દિવસમાં જ જૈશ એ મોહમ્મદ સરગણા મસુદ અઝહર, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને લશ્કર એ તોયબા સંસ્થાપક હાફિઝ મોહમ્મદ સઇદને સંશોધિત UAPA હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા. તે ઉપરાંત ન્યૂયોર્ક આધારિત શીખ ફોર જસ્ટિસને આ કાયદા હેઠળ પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યા.


PoK અંગે સરકારે નિર્ણય લેવાનો છે, સેના દરેક કાર્યવાહી માટે તૈયાર: સૈન્ય પ્રમુખ
અસમમાં કાયદેસર નિવાસીઓની યાદી ધરાવતી નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ (NRC) ના પ્રકાશનને પણ ગૃહમંત્રાલયે પોતાની મહત્વપુર્ણ ઉપલબ્ધીઓ ગણાવી છે. NRC ને બિનકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવા અને તેને ડિપોર્ટ કરવાનાં ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યું. ગૃહમંત્રાલયે જણાવ્યું કે, 1000 વધારાના ફોરેનટર ટ્રાઇબ્યૂનલ્સની સ્થાપના સૈદ્ધાંતિક મંજુરી આપી છે.  મંત્રાલયે કહ્યું કે, મોદી2.0 પહેલા 100 દિવસમાં જ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સેઝના કર્મચારીઓની સેવાનિવૃતીની  આયુ વધારીને 60 વર્ષ કરવામાં આવ્યું.