PM મોદી ઇસરો ગયા તે માટે ચંદ્રયાન-2 પ્રોજેક્ટ નિષ્ફળ ગયો: કુમારસ્વામી
નરેન્દ્ર મોદી ઇસરોમાં એવી રીતે પહોંચી ગયા જાણે તેઓ પોતે જ સમગ્ર ચંદ્રયાન-2નું સંચાલન કરી રહ્યા હોય
Trending Photos
બેંગ્લુરૂ : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો છે. કુમાર સ્વામીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેગ્લુરૂ આવવું ઇસરો વૈજ્ઞાનિકો માટે અપશુકન સાબિત થયું. વડાપ્રધાને નિશાન સાધતા કુમાર સ્વામીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી બેંગ્લુરૂ આ પ્રકારે આવે, જે પ્રકારે તેઓ પોતે ચંદ્રયાન-2 નું લેન્ડિંગ કરાવવાનાં હતા અને સંદેશ મોકલવાનાં હતા. વડાપ્રધાન અંગે કટાક્ષ કરતા કુમારસ્વામીએ કહ્યું કે, મોદી એવી રીતે બેંગ્લુરૂ આવ્યા હતા. જાણે તેઓ ચંદ્રયાન-2 ઉડાવી રહ્યા હોય. કદાચ વડાપ્રધાનનું ઇસરોમાં પગ મુકવો વૈજ્ઞાનિકો માટે યોગ્ય નથી રહ્યું. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિકોએ તેના માટે 10 વર્ષ સુધી મહેનત કરી. વર્ષ 2008માં જ કેબિનેટ દ્વારા આ માટે મંજુરી અપાઇ ચુકી હતી.
દંડના તમામ રેકોર્ડ ધ્વસ્ત: ડ્રાઇવરને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામા આવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્ર પર લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-2નું લેન્ડર સાથેનો સંપર્ક તુટી ગયો છે. વિક્રમના લેન્ડિંગ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લુરુ ખાતે ઇસરો મુખ્યમથક પર હાજર હતા. હવે ઇસરો પોતાનાં ડીપ સ્પેસ નેટવર્ક (ડીએસએન) દ્વારા ચંદ્રયાન-2 લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ કામમાં નાસા પણ ઇસરોની મદદ માટે સામે આવ્યો છે.
WhatsApp, Facebook અને twitter માટે ફરજીયાત થશે આધાર? સુપ્રીમમાં સુનાવણી
ઇસરોના એક અધિકારીના અનુસાર અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (જેપીએલ) વિક્રમને રેડિયો સિગ્નલ મોકલી રહ્યા છે. સાતે જ નાસા પોતાનાં મુન ઓર્બિટરથી વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઇટની તસ્વીર લેવાના પ્રયાસો પણ કરી રહ્યા હતા. જો વિક્રમ લેન્ડરની તસ્વીર મળે છે અથવા ફરી સંપર્ક થાય છે. તો નાસા ઇસરો સાથે માહિતી વહેંચશે.
મંદી વચ્ચે મોદી સરકાર માટે ખુશખબરી, ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વધારો
વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે, જ્યા સુધી સુરજનો પ્રકાશ વિક્રમ લેન્ડરનાં ઉતરનારા ક્ષેત્રમાં રહેશે. જેથી લેન્ડર વિક્રમનો સંપર્ક કરવાનો પ્રયાસ 20-21 સપ્ટેમ્બર સુધી ચાલુ રાખશે. જો આ દરમિયન વિક્રમનો સંપર્ક થઇ જાય છે તો તે એક સારા સમાચાર હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે