વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું, દુર્ઘટનામાં પાઈલટનું મૃત્યુ
ભારતીય વાયુસેનાના મિગ 21 (Mig 21) બાઈસન વિમાને સોમવારે સવારે સેન્ટ્રલ ઈન્ડિયાના એક એરબેસથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાણ ભરી હતી. ટ્રેનિંગ દરમિયાન જ વિમાનમાં આગ લાગી અને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું.
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના મિગ 21 (Mig 21) બાઈસન વિમાને સોમવારે સવારે સેન્ટ્રલ ઈન્ડિયાના એક એરબેસથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાણ ભરી હતી. ટ્રેનિંગ દરમિયાન જ વિમાનમાં આગ લાગી અને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ મિગ 21 બાઈસન વિમાન હવામાં જ ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનના પાઈલટે જીવ ગુમાવ્યો. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી શરૂ થઈ ગઈ છે.
સેન્ટ્રલ ભારતના એક વાયુસેના ( Air Force) એરબેસથી મિગ 21 (Mig 21) બાઈસને ઉડાણ ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં એરફોર્સના ગ્રુપ કેપ્ટનનું મોત થયું. વાયુસેનાએ મૃતક પાઈલટના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી. ઈન્ડિયન એરફોર્સે પોતાના ટ્વિટર હેન્ડલથી આ ઘટનાની જાણકારી શેર કરતા કહ્યું કે 'આજે સવારે અમારું એક મિગ 21 બાઈસન વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. આ વિમાને સેન્ટ્રલ ઈન્ડિયાના એરબેસથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાણ ભરી હતી. ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન એ ગુપ્તાને ગુમાવ્યા. ભારતીય વાયુસેના કેપ્ટનના પરિવાર પ્રત્યે ઊંડું દુ:ખ વ્યક્ત કરે છે અને આ દુખદ ઘડીમાં તેમના પડખે છે. આ દુર્ઘટનાના કારણની જાણકારી મેળવવા માટે તપાસના આદેશ અપાયા છે.'
Shocking! પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો, માતા મોતને ભેટી, ઘટના CCTV માં કેદ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube