નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન બીજા રાજ્યોમાંથી પોતાના માદરે વતન પલાયન કરનારા મજૂરોને આર્થિક મદદ આપવા અને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે સરકારના કામમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી છે. ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હાલના કામમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. મહામારી સમયે સરકારે તેનું કામ કરવા દેવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને ધોબીપછાડ આપવા માટે CM કેજરીવાલે તૈયાર કર્યો 5T પ્લાન, જાણો વિગતવાર


પલાયન કરનારા મજૂરોના મામલે સુનાવણી દરમિાયન મુખ્ય ન્યાયાધિશે કહ્યું કે સરકારે સોગંદનામું આપીને જણાવ્યું છે કે મજૂરોને તેઓ ભોજન અને જરૂરી સાધનસામગ્રી પૂરી પાડી રહ્યા છે. ગૃહમંત્રી પોતે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. તેમણે કહ્યું કે મજૂરો માટે આગળ વધુ પગલાં લેવામાં આવશે. 


કોર્ટે કહ્યું કે મહામારીના આ સમયે સરકારને તેનું કામ કરવા દેવું જોઈએ. અમે સરકારના કામમાં આગામી 10-15 દિવસ સુધી કોઈ હસ્તક્ષેપ કરવા માંગતા નથી. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કહ્યું કે તમે સરકારના સોગંદનામાને જુઓ. કોર્ટ કેસની આગામી સુનાવણી સોમવારે કરશે. 


Hydroxychloroquine પર અમેરિકાની ધમકીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ


આ અગાઉ શનિવારે સુપ્રીમ કોર્ટે લોકડાઉનના કારણે થઈ રહેલા મજૂરોના પલાયન સંબંધિત એક અરજીને ફગાવી હતી. કોર્ટે કહ્યું કે લાખો લોકો પાસે લાખો વિચાર છે. અમે તમામના વિચારને સાંભળી શકીએ નહીં. આ માટે સરકારને બાધ્ય કરી શકીએ નહીં. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં હોટલ અને રિસોર્ટ્સનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે  કરવાની માગણી કરાઈ હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube