કૃષ્ણનાથ પાટિલ, મુંબઈ/નાસિક : મહારાષ્ટ્રના અલગઅલગ વિસ્તારમાં દૂધનો વેપાર કરતા ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનના કારણે દૂધને શહેરોમાં મોકલવાના બદલે રસ્તા પર ફેંકવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં મુંબઈ, પુણે અને નાસિક જેવા શહેરોમાં દૂધની ભારે તંગી સર્જાઈ છે. નાસિકના સાયખેડા વિસ્તારમાં ખેડૂતોએ આંદોલન કર્યું છે. આ આંદોલન વકરતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો પણ આમ છતાં તેઓ આંદોલન કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોલ્હાપુર, પુણે, સાંગલી તેમજ અહેમદનગર જેવા વિસ્તારોમાં દૂધની ગાડીઓમાંથી પેકેટ કાઢીને રસ્તાઓ પર ફેંકી દેવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે મોટી ડેરીઓ ખેડૂતો પાસે 17-18 રૂ. લિટરના ભાવે દૂધ ખરીદે છે અને એને પ્રોસેસ કરીને 42 રૂ. કરતા વધારે ભાવે વેંચે છે. જો ખેડૂતોનું આ આંદોલન લાંબું ચાલે તો  મુંબઈમાં દૂધની ભારે તંગી ઉભી થઈ શકે છે. 


અખિલ ભારતીય કિસાન સભાના અજીત નવાલેએ માહિતી આપી છે કે રાજ્ય સરકાર ઉંચી કિંમતે દૂધ ખરીદવામાં અસફળ રહેશે અથવા તો ડેરી ખેડૂતોને વિશેષ સબસિડી નહીં આપે તો આંદોલન ઝડપી બનશે. 


ક્યાંથી આવે છે દૂધ
કોલ્હાપુર: 10  લાખ લીટર
પુણે: 5 લાખ લીટર
અહમદનગર: 5 લાખ લીટર
સતારા: 3 lakh લીટર
અ્ન્ય જિલ્લા: અન્ય સ્થાનોથી 10 લાખ લીટર સુધી  


બીજા રાજ્યોથી આવતું દૂધ
ગુજરાત : 15 લાખ લીટર
કર્ણાટક : એક લાખ લીટર
મધ્ય પ્રદેશ : 2 લાખ લીટર


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...