બેંગલુરૂઃ Bangalore milk price: અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે અને આમ અમૂલ ગોલ્ડ  દિલ્હીમાં 66 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, જો અમે તમને જણાવીએ કે દેશમાં એક એવું મેટ્રો શહેર છે. જ્યાં એક લીટર ટોન્ડ દૂધ માત્ર રૂ.39માં અને ફુલ ક્રીમ દૂધ રૂ.49માં ઉપલબ્ધ છે. હા, આ શહેર છે કર્ણાટકની રાજધાની બેંગલુરુ. આ સિવાય અહીં માત્ર રૂ.47માં એક કિલો દહીં મળે છે. અહીં એવી તો કઈ વ્યવસ્થા છે કે જનતાને આટલું સસ્તું દૂધ મળે છે, તો ચાલો જાણીએ શું છે તેનું કારણ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં દૂધ આટલું સસ્તું કેમ છે
તમને જણાવી દઈએ કે અહીં દૂધ સસ્તું થવાનું કારણ અહીંની ભાજપ સરકાર છે. હા આ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના જમાનાની વાત છે. જ્યારે સરકારે ખેડૂતોને દૂધ માટે 2 રૂપિયા પ્રતિ લીટરના ભાવે સહાય આપવાની શરૂઆત કરી હતી. આ લાભ માત્ર KMF સાથે જોડાયેલા ડેરી યુનિયનોને જ ઉપલબ્ધ હતો પછી જ્યારે સિદ્ધારમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની, ત્યારે તેઓએ મે 2013માં યોજનાનો વિસ્તાર કર્યો અને સહાય બમણી કરી. આ જ રીતે, આ યોજના હેઠળની સહાયમાં વધારો થતો રહ્યો અને નવેમ્બર 2016માં પ્રતિ લિટર રૂ. 5ની સહાય શરૂ કરવામાં આવી. નવેમ્બર 2019માં જ્યારે યેદિયુરપ્પા સરકારની રચના થઈ ત્યારે આ સહાયમાં ફરીથી વધારો કરવામાં આવ્યો અને આ સહાયને વધારીને રૂ. 6 પ્રતિ લિટર કરવામાં આવી.


આ પણ વાંચો- તો હોળી પહેલા વધી જશે સરકારી કર્મચારીઓનો પગાર!, જલદી થશે DAમાં વધારાની જાહેરાત


દિલ્હીમાં ભાવ વધારો
તાજેતરમાં, અમૂલે દિલ્હીમાં 'ટોન' અને 'ફુલ-ક્રીમ' દૂધના ભાવમાં વધારો કર્યો છે અને અમૂલ ગોલ્ડ રૂ. 66 પ્રતિ લિટર, અમૂલ ફ્રેશ રૂ. 54 પ્રતિ લિટર, અમૂલ ગાયનું દૂધ રૂ. 56 પ્રતિ લિટર અને અમૂલ એ 2 ભેંસનું દૂધ રૂ. 70 પ્રતિ લીટર પહોંચ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube