7th Pay Commission: તો હોળી પહેલા વધી જશે સરકારી કર્મચારીઓનો પગાર!, જલદી થશે DAમાં વધારાની જાહેરાત

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ ડીએમાં વધારાની રાહ જોઈ શકે છે. પરંતુ હવે બજેટ બાદ કેન્દ્ર સરકાર જલદી ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 ટકા જેટલો વધારો થઈ શકે છે. 
 

7th Pay Commission: તો હોળી પહેલા વધી જશે સરકારી કર્મચારીઓનો પગાર!, જલદી થશે DAમાં વધારાની જાહેરાત

નવી દિલ્હીઃ બજેટ 2023 આવી ગયું છે, હવે સરકારી કર્મચારીઓને આશા છે કે સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સરકાર હોળી પહેલા સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આ વધારો મહત્તમ 90,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે. સરકાર 7મા પગાર પંચ હેઠળ વર્ષમાં બે વાર ડીએ વધારશે. હવે ડીએ વધારવાનો પ્રથમ હપ્તો છે.

હોળી પહેલા વધશે મોંઘવારી ભથ્થુ
7માં પગાર પંચ (7th Pay Commission) હેઠળ સરકારે વર્ષમાં બે વખત ડીએમાં વધારો કરવાનો હોય છે. જો પાછલા વર્ષના રેકોર્ડને જોઈએ તો સરકાર માર્ચ અને જુલાઈમાં ડીએ વધાર્યું હતું. કેન્દ્ર સરકાર જલદી કેન્દ્રીય કર્મચારીઓને માર્ચમાં મળનાર મોંઘવારી ભથ્થા (Dearness Allowance - DA)માં વધારો કરી શકે છે. સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. ડીએમાં માર્ચમાં કરાયેલો વધારો 1 જાન્યુઆરી 2023થી લાગૂ મનાશે. 

સરકારી કર્મચારીઓને થશે ફાયદો
સરકારના મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સરકારના લગભગ 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. હાલમાં સરકારી કર્મચારીઓને 38 ટકાના દરે ડીએ મળે છે. જો સરકાર ડીએમાં 3 ટકાનો વધારો કરે છે તો કર્મચારીઓનું ડીએ વધીને 41 ટકા થઈ જશે. એટલે કે સરકારી કર્મચારીઓને મૂળ પગારના 41 ટકા ડીએ તરીકે મળશે. આ નવા દરો 1 જાન્યુઆરી, 2023 થી લાગુ ગણવામાં આવશે.

90 હજાર રૂપિયા સુધી થશે પગારમાં વધારો
મોંઘવારી ભથ્થામાં વધારાની ગણતરી કરીએ તો કેબિનેટ સચિવ સ્તર પર કામ કરી રહેલા કેન્દ્રીય અધિકારી જેનું વેતન 2.50 લાખ રૂપિયા છે, તેના પગારમાં 7500 રૂપિયાનો વધારો થશે. આ વધારો માસિક છે અને વર્ષ પ્રમાણે તેને જોવામાં આવે તો 90,000 રૂપિયાનો વાર્ષિક વધારો થશે. તો 30,000 રૂપિયા મહિને કમાનાર કર્મચારીઓના પગારમાં 900 રૂપિયાનો વધારો થશે. તેના વેતનમાં વાર્ષિક આધારે 10800 રૂપિયાનો વધારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news