Modi Government Reshuffle: કિરણ રિજિજૂ જ નહીં મોદી સરકારના આ મંત્રીનું પણ બદલાયું મંત્રાલય
Modi Government Reshuffle: મોદી કેબિનેટમાં એક પછી એક મંત્રીઓના ખાતા બદલી રહ્યા છે. કિરણ રિજિજૂ બાદ વધુ એક મંત્રીને કાયદા મંત્રાલયમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
Modi Government Reshuffle: મોદી કેબિનેટમાં એક પછી એક મંત્રીઓના મંત્રાલય બદલી રહ્યા છે. ગુરુવારે કાયદા અને ન્યાય મંત્રાલયમાંથી કિરણ રિજિજૂને હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ વધુ એક મંત્રીનું ખાતું બદલી દેવામાં આવ્યું છે. હવે રાજ્યમંત્રી સત્યપાલસિંહ બધેલની છુટ્ટી કરવામાં આવી છે. તેમને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી રાજ્યમંત્રી તરીકે સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:
મોદી કેબિનેટમાં ફેરફાર: કિરેન રિજિજૂને હટાવાયા કાયદા મંત્રીના પદ પરથી
15 વર્ષના બાળકને રમત રમતાં મેદાન પર આવ્યો હાર્ટ એટેક, સારવાર મળે તે પહેલા થયું મોત
સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના મુખ્યમંત્રી, ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ, 20 મેએ લેશે શપથ
આ અંગે રાષ્ટ્રપતિ ભવન તરફથી એક નિવેદન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુએ એસપી સિંહ બઘેલને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રીને બદલે સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પહેલા ગુરુવારે રિજિજૂની જગ્યાએ સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલને કાયદા તેમજ ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. રિજિજૂને ભૂ વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જી જી જૂને બદલે મેઘવાલને મંત્રાલયનું કાર્યભાર તુરંત સંભાળવાનું કહેવામાં આવ્યું હતું જેથી અર્જુન રામ મેઘવાલે કાયદા મંત્રી તરીકે તુરંત જ કાર્યભાર સંભાળ્યો છે.