ગત 3 વર્ષોમાં વિદેશમાં નોકરી કરી રહેલા 2570 લોકોના થયા મોત- વિદેશ મંત્રાલય
ઉત્તર પ્રદેશના ફૂલપુરથી ભાજપની સાંસદ કેશરી દેવી પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રલાયે એ પણ જણાવ્યું કે સરકારે વિદેશોમાં થઇ રહેલી મોત અથવા કોઇપણ ફરિયાદના નિવારણ માટે એક બહુભાષી 24X7 હેલ્પલાઇન અને ઓનલાઇન તંત્ર સહિત ઘણા પગલાં ભર્યા છે.
લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ જાણકારી આપી છે કે ગત 3 વર્ષ દુનિયાના અલગ-અલગ દેશોમાં રોજગાર માટે ગયેલા 2570 લોકોના મોત વિભિન્ન કારણોથી થયા છે. જોકે આ 2570 મોતના કેસમંથી 2478 કેસને સંબંધિત દેશોની પોલીસ અને તપાસ એજન્સીઓની મદદથી ઉકેલી લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના ફૂલપુરથી ભાજપની સાંસદ કેશરી દેવી પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રલાયે એ પણ જણાવ્યું કે સરકારે વિદેશોમાં થઇ રહેલી મોત અથવા કોઇપણ ફરિયાદના નિવારણ માટે એક બહુભાષી 24X7 હેલ્પલાઇન અને ઓનલાઇન તંત્ર સહિત ઘણા પગલાં ભર્યા છે.
જ્યારે પણ કોઇપણ ભારતીય પ્રવાસી શ્રમિકની વિદેશમાં મૃત્યું થાય છે તો સંબંધિત ભારતીય મિશન/પોસ્ટ તાત્કાલિક મદદ પુરી પાડે છે જેમાં મૃત્યું રજિસ્ટ્રેશન, અગ્નિસંસ્કાર/દફન અથવા પાર્થિવ શરીરને ભારત પરત લાવવા સંબંધિત પ્રક્રિયાઓને પુરી કરવા, સેવાની સમાપ્તિની તપાસ, સુરક્ષા જ્યારે પણ સ્થાનિક અધિકારીઓ, કોર્ટ અને વિમા એજન્સીઓ સાથે મૃત્યું બાદ મળનાર વળતર માટે યોગ્ય કાર્યવાહી સામેલ છે.
પ્રવાસીઓની મદદ માટે ભારતીય સમુદાય કલ્યાણ કોષની સ્થાપના
આ ઉપરાંત આવા કેસમાં જ્યાં મૃતકના પરિવાર પોસ્ટમોર્ટમ અથવા પુન: તપાસ માટે અનુરોધ કરે છે ત્યારે પણ વિદેશોમાં ભારતીય મિશન/કેન્દ્ર આ માંગોને લઇને સંબંધિત વિદેશી સરકાર સાથે સંપર્ક કરે છે. પોતાના લેખિત જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે એ પણ જણાવ્યું કે વિદેશોમાં સ્થાપિત ભારતીય મિશને સંકટના સમયમાં પ્રવાસી ભારતીય નાગરિકો અને તેમના આશ્રિતોને મદદ પુરી પાડવા ભારતીય સમુદાય કલ્યાણ નિધિ (આઇસીડબ્લ્યૂએફ)ની સ્થાપના કરી છે.
પ્રવાસી ભારતીયો માટે અનિવાર્ય વીમાની પણ વ્યવસ્થા
તેમાં મૃત્યુંના કેસ ઉકેલવાની પ્રક્રિયા અને મૃત શરીરોને ભારત લઇ આવવા સામેલ છે. આ ઉપરાંત ભારત સરકારે પ્રવાસી ભારતીયો માટે દ્વિવાર્ષિક 275 રૂપિયા અને ત્રિવાર્ષિક 375 રૂપિયાની અનિવાર્ય વિમાની વ્યવસ્થા કરી છે જે આકસ્મિક મૃત્યું અથવા સ્થાનિક વિકલાંગતાના કેસમાં 10 લાખ રૂપિયાનું વિમા કવર અને અન્ય લાભ પુરા પાડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube