નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સીનેશનની વધતા જતા દરની વચ્ચે ફરી એકવાર કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ વધવા લાગ્યા છે. તેને જોતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health) રાજ્યોને એલર્ટ જાહેર કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પાંચ રાજ્યોમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય  (Ministry of Health) ના અનુસાર કેરલ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના કેસ અચાનક વધી ગયા છે. છત્તીસગઢમાં ગત 24 કલાકમાં કોરોનાના 259 નવા કેસ સામે આવ્યા છે. કેરલ અને મહારાષ્ટ્રમાં ગત એક અઠવાડિયામાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે. 

Viral Video: રિપોર્ટર કરી રહ્યો હતો LIVE રિપોર્ટિંગ, ગન પોઇન્ટ પર થઇ લૂંટ


છત્તીસગઢમાં કોરોનાના 6112 નવા કેસ
મંત્રાલયના અનુસાર મહારાષ્ટ્ર (Maharashtra) માં ગત 24 કલાકમાં કોરોના (Corona Virus) ના 6,112 નવા કેસ સામે આવ્યા, આ કોઇ રાજ્યમાં કોરોના વાયરસની સૌથી વધુ સંખ્યા છે. પંજાબમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગત 24 કલાકમાં 282 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશમાં ગત 24 કલાકમાં 297 નવા કેસ નોંધાયા છે. 


કેન્દ્રએ રાજ્યોને એલર્ટ કર્યું જાહેર
કોરોનાના વધતા જતા કેસને જોતાં સરકારે રાજ્યોને એલર્ટ જાહેર કરી દીધું છે. કેન્દ્રએ કહ્યું કે કોરોનાની ચેન તોડવામ આટે તમામ રાજ્યો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું સુનિશ્વિત કરે. કોરોના વાયરસની સૌથી મોતી ભાગીદારી ધરાવનાર મહારાષ્ટ્ર અને કેરલ (Kerala) ને કેન્દ્ર સરકારે વધુ સજાગ રહેવા માટે કહ્યું છે. 

Digital India: પાસપોર્ટ બનાવવા માટે હવે ઓરિજનલ સર્ટીફિકેટ જરૂર નહી, શરૂ થઇ ગઇ આ સુવિધા


24 કલાકમાં 13993 નવા કેસ
તમને જણાવી દઇએ કે જાન્યુઆરી સુધી કોરોના (Corona Virus) ના નવા સંક્રમિતોની સંખ્યા ઘટીને 10 હજારથી નીચે પહોંચી ગઇ હતી. પરંતુ તેમાં એકવાર ફરી વધારો થવા લાગ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના કુલ 13,993 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન મહામારીના લીધે 101 લોકોના મોત પણ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube