Viral Video: રિપોર્ટર કરી રહ્યો હતો LIVE રિપોર્ટિંગ, ગન પોઇન્ટ પર થઇ લૂંટ

લાઇવ ટીવી રિપોર્ટિંગ (Live TV Reporting) ના દરમિયાન એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેમાં એક બંદૂકધારી બદમાશ ગન પોઇન્ટ પર રિપોર્ટર અને તેમના કેમેરામેન પાસેથી પૈસા લૂંટીને ફરાર થઇ જાય છે. 

Viral Video: રિપોર્ટર કરી રહ્યો હતો LIVE રિપોર્ટિંગ, ગન પોઇન્ટ પર થઇ લૂંટ

ઇક્વેડોર: લાઇવ ટીવી રિપોર્ટિંગ (Live TV Reporting) ના દરમિયાન એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેમાં એક બંદૂકધારી બદમાશ ગન પોઇન્ટ પર રિપોર્ટર અને તેમના કેમેરામેન પાસેથી પૈસા લૂંટીને ફરાર થઇ જાય છે. 

ગન પોઇન્ટ પર પૈસા લૂંટી ફરાર
વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે જ્યારે રિપોર્ટર હાથમાં માઇક આઇડી લઇને કેમેરા સામે હતા ત્યારે એક બંદૂકધારી બદમાશ દોડતો તેમની પાસે આવ્યો અને રિપોર્ટર પર બંદૂક તાણી. બદમાશ જોર જોરથી બૂમો પાડીને તેની પાસે પૈસા માંગવા લાગ્યો. આ દરમિયાન તે ક્યારેક બંદૂક રિપોર્ટર તરફ કરતો તો ક્યારેક કૈમરામેન તરફ. બદમાશની હરકતથી બંને ગભરાઇ જાય છે પોતાના ખિસ્સામાં રાખેલા બદમાશને આપી દે છે. ત્યારબાદ બદમાશ ત્યાંથી ફરાર થઇ જાય છે. 

— Diego Ordinola (@Diegordinola) February 12, 2021

રિપોટિંગ દરમિયાન થઇ ઘટના 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડીત રિપોર્ટરનું નામ ડિએઓ ઓર્ડિનોલા છે. તે ઇક્વાડોરના સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે. ગત થોડા દિવસો પહેલાં લગભગ 1 વાગે ગુઆયાકિલ શહેરના એસ્ટાડિયો મોન્યૂમેંટલ બહારથી રિપોર્ટીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા હથિયાર બંધ બદમાશએ તેના પર હુમલો કરી દીધો અને તેમના પૈસા લૂંટીને ત્યાંથી ફરાર થઇ ગયો. આ સમગ્ર ઘટના કેમેરામેનના કેમેરામાં કેદ થઇ ગઇ જે હવે વાયરલ થઇ રહી છે. હવે બંને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news